વતનવાપસી:યુક્રેનમાં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી પરત, બોર્ડર પર યુક્રેનના સૈનિકોએ ઘણાને લાતો મારી, કેટલાકના સામાન પણ ચોરાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત શહેર-જિલ્લાના 270થી વધુ વિદ્યાર્થીઓ પૈકી કુલ 88 પરત થઈ ગયા

યુક્રેનમાં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થીઓ વોલ્વો બસ સુરત આવી હતી. સર્કિટ હાઉસ ખાતે વાલી અને બાળકોના મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બુધવારે પોલેન્ડથી 105 વિદ્યાર્થીઓ લઇને ફ્લાઇ દિલ્હી ઉતરી હતી. ત્યાંથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમદાવાદ મોકલાયા હતા. જે પૈકી સુરતના 35 વિદ્યાર્થીઓ વોલ્વો બસમાં આવ્યા હતા. હાલ સુધીમાં 88 વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા છે.

અત્રે નોંઘનિય છેકે, યુક્રેનમાં સુરત શહેર અને જિલ્લાના 270થી વધુ વિદ્યાર્થી ફસાયા છે. સુરત આવેલા બાળકોએ પોતાના કડવા અનુભવ વર્ણવતા કહ્યું કે, યુક્રેનમાં બોર્ડર પર સૈનિકો તેમને લાતો મારી હતી તથા વાળ ખેંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનો સામાન પણ ચોરાયો હતો.

અન્ય દેશમાં ટ્રાન્સફર કરી લઇશું
યુદ્ધના કારણે સ્થિતિ ભયાનક છે. બોર્ડર પર વાહનોની લાંબા કતારો છે. 40 કિમી ચાલીને બોર્ડર પહોંચ્યા હતા. 3 વર્ષનો અભ્યાસ કરી લીધો છે. હવે અન્ય દેશમાં ટ્રાન્સફર લઇ લઇશું. - હિમાંશુ ગોહિલ, છાત્ર

યુક્રેન આર્મીએ ખુબ હેરાન કર્યા
યુક્રેનના સૈનિકો બાળકોને હેરાન કરતા હતા. 30-30 વિદ્યાર્થીઓનું ફેક ગૃપ બનાવીને 5 કલાક બેસાડી રાખી પરત મોકલી આપતા. કેટલાક લાત મારી વાળ ખેંચીને હેરાના કરતા હતા. - શ્રેયા જીયાણી, છાત્ર

નાઇજિરિયન વિદ્યાર્થીઓની ગેંગે 3ની બેગ ચોરી લીધી
30થી વધુ કિમી ચાલીને વિદ્યાર્થીઓ હંગેરી બોર્ડર પર પહોંચી રહ્યા છે. કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, સુરતના 3 વિદ્યાર્થીઓ પાસપોર્ટ અને ડોક્યુમેન્ટસ બેગમાં મૂકીને બોર્ડર પર પહોંચ્યા હતા. તેમની સાથે નાઇઝેરીયના વિદ્યાર્થીઓનું ગૃપ હતું. બોર્ડર પર તેમના પાસપોર્ટવાળી બેગ ચોરાઇ ગઇ. આ અંગે વાલીએ જાણ કરતા અમે તમામ વિગત દિલ્હી વિદેશ મંત્રાલયને મોકલી આપી હતી. મંત્રાલયે ત્રણેય વિદ્યાર્થીઓના ઇમરજન્સી પાસપોર્ટ માટેના પેપર ઇશ્યુ કરતાં વિદ્યાર્થીઓ હંગેરી પહોંચી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...