તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગર પાલિકાના નગર સેવક માટે ભાજપ દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારોમાં ધનિકની સંખ્યા વધુ છે. જોકે શૈક્ષણિક લાયકાતની સરખામણીમાં બંને પક્ષોના ઉમેદવારોમાં ખાસ કોઇ ફરક નથી. પુરૂષ 60 ઉમેદવારોમાંથી ભાજપના 35 અને કોંગ્રેસના 43 ઉમેદવાર ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા છે. જ્યારે સૌથી ઓછું કોંગ્રસના ઉમેદવાર દેવરાજ ગોપાણી માત્ર 3 પાસ છે.
ભાજપના 6થી 10 ભણેલા 22 ઉમેદવાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 120 અને કોંગ્રેસના 117 ઉમેદવારો તૈયાર કરવામાં આવ્યા છે. પુરૂષ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઇએ તો ભાજપના 60 ઉમેદવારોમાંથી 35 ઉમેદવારો ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા છે, જેમાં ધોરણ 1થી 5 ભણેલા 1, 6થી 10 ભણેલા 22 અને 11-12 ભણેલા 12 ઉમેદવાર છે.
કોંગ્રેસના 6થી 10 ભણેલા 28 ઉમેદવાર
કોંગ્રેસના 117 પૈકીના 58 પુરૂષ ઉમેદવારોમાંથી 43 ઉમેદવારો ધોરણ 12થી ઓછું ભણેલા છે. ધોરણ 1થી 5 સુધી ભણેલા 4, 6થી 10 ભણેલા 28 અને 11-12 ભણેલા 13 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં સૌથી ઓછું ભણેલા કોંગ્રસના ઉમેદવાર દેવરાજ ગોપાણી ધોરણ 3 સુધી જ ભણ્યા છે. જ્યારે પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રફુલ તોગડીયા માત્ર 5 ધોરણ ભણ્યા છે. તો વળી ભાજપના ઉમેદવાર હરેશ નાગજી જોગાણી પણ 4 ધોરણ જ ભણ્યા છે.
ભાજપ-કોંગ્રેસના માત્ર 32 ઉમેદવારનો ઉચ્ચ અભ્યાસ
ભાજપ-કોંગ્રેસના ભણેલા ઉમેદવારમાં માત્ર 40 ઉમેદવારે કોલેજ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં ભાજપના 25 અને કોંગ્રેસના 15 ઉમેદવારનો સમાવેશ થાય છે. જેમાં લલિત વેકરિયાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે .ડો.દિનાનાથ બી.ઈએમએસ, ડો. બળવંત ડીએચએમએસ થયા છે. તો કોંગ્રેસના ધીરજ વેકરિયા બીઇ સિવિલ અને ભાવેશ ભુંભળીયા (રબારી) પીએચડી થયેલા છે.
28 વકીલો ચૂંટણી લડશે
સુરત મહાનગરપાલિકાના કુલ 484 ફમેદરવારમાંથી 28 ઉમેદવાર વકીલ છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા યોગેશ પટેલ, મનીષ વસાવા, ભાવેશ રબારી ,લલીતા સોસા, પાર્થ લાખાણી, ભૂપેન્દ્ર સોલંકી, અશોક કોરડાવાલા, સુષ્મા પટેલ, ગૌરાંગ પટેલ, મુકેશ પટેલ, આત્મારામ ત્રિપાઠી, રૂષીન રાયકા વકીલ છે. જ્યારે ભાજપમાંથી ચૂંટણી લડનારા ભૂપેન્દ્ર રાઠોડ, નેન્સી શાહ, દિવ્યા રાઠોડ, કેયૂર ચપટવાલા, દિનેશ જોધાણી, રાજેશ જોળિયા, દર્શિની કોઠિયા, દિપેશ પટેલ, ભૂષણ પાટીલ વકીલ છે.
484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે
પાલિકાની ચૂંટણીમાં હવે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતરશે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવશે.
ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખિયો જંગ
30 વોર્ડમાં 120 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખિયો જંગ ખેલાશે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે. તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.