• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 33,379 Beneficiaries Got Housing At A Cost Of Rs.101 Crore In The Year 2021 22 Under The PM Awas Yojana By The Municipal Corporation.

સુરતના સમાચાર:મહાનગરપાલિકા દ્વારા PM આવાસ યોજના હેઠળ વર્ષ 2021-22માં રૂ.101 કરોડના ખર્ચે 33,379 લાભાર્થીઓને આવાસ મળ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે તે ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2015માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ પ્રદાન કરવાની પહેલ કરી છે. PMAY યોજનામાં વર્ષ 2022ના અંત સુધીમાં લગભગ 20 મિલિયન ઘરો સામાન્ય ભાવે બાંધવાનું લક્ષ્ય રાખ્યું હતું, જ્યારે વર્ષ 2022-23માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 80 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવશે.

4444 આવાસોનું લોકાર્પણ
વિકાસ અને જનસુવિધાઓની વિગતો જોવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.101 કરોડના ખર્ચે 33,379 લાભાર્થીઓને આવાસની ભેટ આપવામાં આવી છે. જ્યારે વર્ષ 2021-22માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કુલ 4,444 આવાસોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.

310 કરોડની સાધન સહાય
તદુપરાંત ચાલુ વર્ષ 2022-23 દરમિયાન 12,000 જેટલા આવાસોની મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આમ રાજ્ય અને કેન્દ્ર્ સરકારની ડબલ એન્જિનના ડબલ લાભો રાજ્યની આમજનતાને મળી રહ્યા છે. જ્યારે શહેરી ગરીબ કલ્યાણ મેળા યોજીને રાજ્ય સરકારના સહયોગથી સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-23 દરમિયાન રૂ.42,400 લાભાર્થીઓને રૂ.310 કરોડની સાધન-સહાય અર્પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...