તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપાર:સુરતથી યુએસ સહિતના દેશોમાં 3327 કરોડના હીરા-જ્વેલરીનું એક્સપોર્ટ કરાયું

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલિશ્ડ ડાયમંડમાં 37% અને લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 307%નો વધારો

જીજેઈપીસી દ્વારા સુરતરિજયનને એપ્રિલ 2021 માટે આપવામાં આવેલા 2198 કરોડની નિકાસથી 154 ટકા વધુ 3327 કરોડની એક્સપોર્ટ કર્યુ છે, જીજેઈપીસીની પ્રથમ વર્ચ્યુઅલ નેશનલ કોન્ફરન્સ આજે મળી હતી, જેમાં એપ્રિલ મહિનાના પ્રદર્શનની ચર્ચા થઈ હતી. એપ્રિલ મહિનામાં દેશભરમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37 ટકા અને લેબગ્રોન પોલિશડ ડાયમંડની નિકાસમાં 307 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં ગુજરાત રીજયનમાં 80 ટકા ફાળો સુરત અને 20 ટકા ફાળો સૌરાષ્ટ્રનો છે.

જીજેઈપીસીના કહેવા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રફ ડાયમંડની ઈમ્પોર્ટમાં 18 ટકાનો તો રફલેબગ્રોન ડાયમંડની ઈમ્પોર્ટમાં 210 ટકાનો વધારો જોવા મળ્યો છે, તેની સામે નિકાસ પણ સારાએવા પ્રમાણમાં વધી છે. બે વર્ષમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37 ટકા, પોલિશ્ડ લેબગ્રોન ડાયમડની નિકાસમાં 307 ટકાનો વધારોજોવા મળ્યો છે. આ વર્ષે ગુજરાત રીજયનને 2.62 લાખ કરોડની નિકાસનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ગુજરાતને એપ્રિલ માટે અપાયેલા 2198 કરોડનો લક્ષ્યાંક હતો જેની સામે 154 ટકા વધુ 3327 કરોડની નિકાસ નોંધાઈ છે.

એપ્રિલ 2019થી એપ્રિલ 2021ના બે વર્ષ દરમિયાન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટમાં 37.78 ટકા થયુ હતું. તો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડમાં તો 307.44 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કલર્ડજેમ્સ્ટોનમાં 8.46 ટકા, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 33.88 ટકા, સિલ્વર જ્વેલરીમાં 250.70 ટકા અને પ્લેટિનિયમજ્વેલરીમાં 125.72 ટકાનો વધારો જોવા મળ્યો છે. એકમાત્ર પ્લેન ગોલ્ડ જ્વેલરીની માંગ ઘટતા 59.8 ટકાનોઘટાડો જોવા મળ્યો છે.

યુરોપના દેશોમાં ડિમાન્ડ વધતા નિકાસ વધી
જીજેઈપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, ‘યુરોપના દેશોમાં સારી ડિમાન્ડ હોવાથી નિકાસ વધી છે. કોરોના હોવા છતાં હીરાની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશ-વિદેશમાં હીરા અને હીરાના ઝવેરાતની માંગમાં વધારો થતાં હીરાઉદ્યોગે બે વર્ષમાં તેજીની વધી છે.’

અન્ય સમાચારો પણ છે...