નવી આફત:દક્ષિણમાં ચક્રવાતથી પોંગલના સાડીઓના 33% ઓર્ડર કેન્સલ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1500 કરોડની સામે 500 કરોડનો જ વેપાર

જાન્યુઆરીમાં આવતી પોંગલ સિઝન સાઉથમાં ધામધૂમથી ઉજવાય છે. ત્યારે સાઉથમાં મૈંડૂસ વાવાઝોડાને કારણે સુરતના કાપડઉદ્યોગ પર માઠી અસર પડશે. 1500 કરોડની જગ્યાએ માત્ર 500 કરોડનો જ વેપાર થવાની સંભાવના છે.

વાવાઝોડાની અસરથી સાઉથના વેપારીઓ ઓર્ડર કેન્સલ કરાવી રહ્યા છે. પોંગલમાં સુરતમાંથી દર વર્ષે સાઉથમાં 1500 કરોડનો માલ મોકલાય છે પરંતુ હાલ માત્ર 500 કરોડનો જ વેપાર થવાની સંભાવના વેપારીઓ જોઈ રહ્યા છે. ફોસ્ટા સાથે સંકળાયેલા વેપારી રંગનાથ શારડાએ જણાવ્યું કે, વેપારીઓને પોંગલમાં સારો એવો બિઝનેસ થાય છે. દિવાળી પછી આ સૌથી વધારે વેપારની તક છે, દક્ષિણમાં ચક્રવાતથી પોંગલના સાડીઓના 33% ઓર્ડર કેન્સલ થયા છે.

મૈંડૂસ ઈફેક્ટ ફોરકાસ્ટ : 4 દિવસ વાદળો છવાતાં બપોરનો પારો ઘટશે
મૈંડૂસ વાવાઝોડાને લઇ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, આંદ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જો કે, સહિત દક્ષિણ ગુજરાતમાં કોઇ ખાસ અસર જોવા મળશે નહિં. છતાં 12થી 15 દરમ્યાન વાતાવરણ વાદળછાયું રહી કેટલાક વિસ્તારોમાં ઝાપટા પણ પડી શકે છે. જેમાં દિવસનું તાપમાન 2થી 4 ડિગ્રી ગગડશે તો રાત્રિનું વધી શકે છે. શુક્રવારે શહેરમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ 19.1 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલ કરતા મહત્તમમાં 1 ડિગ્રી અને લઘુત્તમમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...