તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સુરત એરપોર્ટના નિભાવનો 33 કરોડ ખર્ચ સરકારને માથે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AAIએ હજુ સુધી જવાબદારી ન સ્વીકારી

સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજ્વરથી થતી આવક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મળે છે જ્યારે સુરક્ષા અને નિભાવની જવાબદારી રાજ્ય સરકારની છે.વર્ષ 2003 થી 2021 સુધીમાં અંદાજે 17 કરોડ રૂપિયા વીજળી,1 કરોડ પાણી તથા 15 કરોડ સુરક્ષાકર્મીઓ પાછળ ખર્ચાયા છે.

સુરત એરપોર્ટ રાજ્ય સરકાર દ્વારા MOU દ્વારા AAIને હસ્તાંતરણ કરાયું હતું. જે શરત મુજબ બે ત્રણ વર્ષ અથવા જ્યાં સુધી સુરત એરપોર્ટ પર યાત્રીઓની થોડી ઘણી અવરજવર શરૂ ન થાય ત્યાં સુધી વીજળી, પાણી તથા સુરક્ષાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ ઉપરાંત AAIને એરપોર્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હોય તો તે રાજ્ય સરકાર દ્વારા મફત પુરી પાડવાની રહેશે. હવે જ્યારે અન્ય એરપોર્ટની જેમ જ સુરત એરપોર્ટ પણ ધમધમી રહ્યું છે ત્યારે સુરક્ષા અને નિભાવનો ખર્ચ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઉપાડી લેવો જોઈએ. ઘણા સમયથી આ બાબતે માંગ ઉઠતી આવી છે. રાજ્ય સરકાર અને એઆઈઆઈ વચ્ચે થયેલા MOUને કારણે જ સુરત એરપોર્ટને CISFની સેવા મળી શકી નથી. દેશમાં સુરત એક જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે કે જ્યાં CISF નથી.

અન્ય સમાચારો પણ છે...