તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીઓ ઝડપાયાં:સુરતમાં જન્માષ્ટમીના પર્વ પર જુગાર રમતા 11 વિસ્તારમાંથી 329 આરોપી ઝડપાયા, 23 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતાં.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતાં.(ફાઈલ તસવીર)
  • અલગ અલગ વિસ્તારમાં પોલીસે 41 કેસ કર્યાં

સુરતમાં જન્માષ્ટમી પર્વે જુગાર રમતા 11 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 329 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 23,43,810 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 41 કેસ કર્યા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ 11 કેસ અમરોલી પોલીસે કર્યા હોવાનું અને 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે ચોક બજાર, ઉધના, રાંદેર, અને ગોડાદરા પોલીસે એક એક કેસ કર્યા હોવાનું સામે આવ્યું છે.

રેડ કરી જુગારીઓને ઝડપ્યાં
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે. છેલ્લા 24 કલાકમાં જુદાજુદા વિસ્તારોમાં જુગાર રમતા લોકો બાતમી અને પોલોસ પેટ્રોલીગમાં પકડાયા છે. જેને લઈ પોલીસે 11 કેસ કર્યા છે અને 98 જુગારીઓ ને રોકડ અને સામાન સાથે મળી 604,520 ના મુદ્દામાલ સાથે પકડી આગળની તપાસ હાથ ધરી છે.સરથાણા પોલીસે જણાવ્યું હતું કે તેમની ટીમે જુગારધારા ના 7 કેસમાં 41 જુગારીઓ ને પકડ્યા છે. જેમની પાસેથી પોલીસે 4,60,980 નો મુદ્દામાલ કવજે લીધો છે.

અલગ અલગ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયા
કતારગામ પોલીસે જણાવ્યું હતું કે, જુદાજુદા વિસ્તારમાં 3 કેસમાં 26 જુગારીઓ ઝડપ્યા છે. જેમની પાસેથી પોલીસે 3,28,900 નો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધાર હેઠળની કાર્યવાહી કરી છે.પાંડેસરા પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે 34 જુગારીઓને પકડીને 4 કેસ કર્યા છે અને 2,46070 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.વરાછા પોલીસે તેમના વિસ્તારમાં જુગાર રમતા 44 જણા પકડાયા છે અને 6 કેસમાં પોલીસે 2,24,090 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.કાપોદ્રા પોલીસે જુદાજુદા વિસ્તરોમાંથી 32 જુગારીઓને પકડી ને 4 કેસ કર્યા છે. અને 1,31,780 નો મુદ્દામાલ કબજે લીધો છે.ડીંડોલી પોલીસે તેમના 2 વિસ્તારમાથી 15 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા છે પોલીસે તેઓ પાસેથી 1,29,880 નો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.ચોક બજાર, રાંદેર, ઉધના અને ગોડાદરા પોલીસે એક-એક કેસ કરી 39 જુગારીઓ ને પકડી પાડ્યા બાદ તપાસમાં 2,17590 નો મુદ્દા માલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.