વ્યવસાય વેરા સમાધાન યોજના-2022ની અવધિ લંબાવવાની સુરત પાલિકાએ માંગ કરી હતી. જોકે 31મી ડિસેમ્બરે આ યોજના પુરી થતાં ક્લોઝિંગ ડેટા પ્રમાણે માત્ર 3.28 કરોડ રૂપિયા જ વ્યાજ અને પેનલ્ટી બાદ કરતાં જમા થયા હતાં. પાલિકામાં નોંધાયેલી 1.94 લાખ જેટલી સંસ્થાઓ પૈકી ગણ્યા-ગાંઠ્યા એકમો જ યોજનાનો લાભ લીધો હોવાથી આ યોજના નિરસ નીવડી હોવાની સ્થિતિ સામે આવી હતી.
વ્યવસાયિકો અને નોકરિયાતોને ભરવાપાત્ર પ્રોફેશનલ ટેક્સ પેટે સુરત પાલિકાને દર વર્ષે 100 કરોડ રૂપિયા ઉપરાંતની આવક થાય છે ત્યારે ગત વર્ષોમાં પ્રોફેશનલ ટેક્સ ન ભરનાર સંસ્થાઓને મુળ રકમ પર 18 ટકા વ્યાજ અને પેનલ્ટી નોટિસ ફટકારાઈ હતી. મોટા ભાગના ડિફોલ્ટરોએ વ્યવસાય વેરો ચૂકતે ન કર્યો હોવાનું ધ્યાને આવતાં રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગઇ યોજનાની અવધિ તા. 31મી ડિસેમ્બરે પૂર્ણ થઇ હતી. જોકે, 31મી સુધી માત્ર 3.28 કરોડની જ રિકવરી થઇ શકી હતી. મોટા ભાગના લોકો યોજના લાભ લઇ શક્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પાલિકાએ આચાર સંહિતાના લીધે યોજનાની જનજાગૃતિનો અભાવ હોવાની કેફિયત રજૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.