મુશ્કેલી:ટેક્સટાઈલ માર્કેટમાં ખરીદી નહીં હોવાથી 325 પ્રોસેસિંગ મિલ બંધ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ રાજ્યમાં બંધનો માહોલ હોઇ વેપારીઓ ખરીદી માટે આવતા નથી
  • વેપારીઓ ગ્રે કાપડ પ્રોસેસિંગ માટે આપતા ન હોય માઠી અસર

રાજ્ય સરકારે ટેક્સટાઈલ માર્કેટો ખોલવા મંજૂરી આપી છે પરંતુ, માલનું વેચાણ થતું ન હોવાથી વેપારીઓ ગ્રે કાપડ પ્રોસેસ કરાવવા માટે આપી રહ્યા નથી. જેના કારણે શહેરની 350 પ્રોસેસિંગ મિલમાંથી 325 મિલ બંધ છે. 23 દિવસના મિનિ લોકડાઉનની અસર હજી માર્કેટમાં વર્તાઈ રહી છે.

ટેક્સટાઈલ માર્કેટની 70 ટકા દુકાનો ખુલી છે. વેપારીઓ હાલ દુકાનોની સાફ સફાઈ અને જુનો હિસાબ ક્લિયર કરી રહ્યા છે. કારણ કે, મુંબઈ સહિત અનેક રાજ્યોમાં બંધનો માહોલ હોવાથી ખરીદી કરવા માટે વેપારીઓ આવી રહ્યા નથી. વેપારીઓ ન આવતા ગ્રે કાપડ પ્રોસેસિંગ માટે અપાઈ રહ્યું નથી. જેની અસર મિલો પર પડી છે.

આ ઉપરાંત શહેરના દોઢ લાખ જેટલાં પ્રોસેસિંગ મિલના કારીગરોમાંથી 60 હજાર જેટલા કારીગરો વતનમાં છે. આ બંને કારણોને લીધે શહેરની 350 પ્રોસેસિંગ મિલોમાંથી માત્ર 25 મિલો જ ચાલી રહી છે. બાકીની 325 મિલ બંધ હાલતમાં છે.

20થી 25 મીલો જ હાલમાં ચાલી રહી છે
માર્કેટમાં ખરીદી માટે વેપારીઓ આવી રહ્યાં નથી જેના કારણે કાપડ પર પ્રોસેસ કરવા માટે પ્રોસેસિંગ મિલમાં કાપડ આવી રહ્યું નથી. શહેરની 350 મીલોમાંથી માત્ર 20થી 25 મિલો જ શરૂ છે, તે પણ માત્ર 8થી 12 કલાક જ ચાલી રહી છે. > જીતેન્દ્ર વખારિયા, પ્રોસેસર્સ

અન્ય સમાચારો પણ છે...