તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓને લાભ:મહાવીર ટ્રસ્ટની હોસ્પિટલની 3.25 કરોડની પેઈડ FSI માફ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયીમાં રજૂ થયેલી દરખાસ્ત મંજૂર
  • દર્દીઓને લાભ થશે એટલે મુક્તિ આપી : ચેરમેન

શહેરના વેસુ વિસ્તારમાં કેન્સર હોસ્પિટલનું આયોજન કરનાર મહાવીર ટ્રસ્ટને ચાર્જેબલ એફએસઆઇ રૂપિયા 3.25 કરોડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે પાલિકાએ 3.25 કરોડની લ્હાણી કરાવી દીધી છે.આ અંગે પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, શહેરના વેસુ ખાતે આવેલા મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રીલીફ સોસાયટી ટ્રસ્ટે ડોનેશન થકી અંદાજે રૂપિયા 160 કરોડ ખર્ચે કેન્સર હોસ્પિટલનું આયોજન કર્યું હતું, આ પ્રોજેક્ટ ના આયોજન માટે પેઈડ એફએસઆઇની રકમ ભરવામાંથી કોઈ પણ શરતો વગર મુક્તિ આપવા પાલિકા સમક્ષ માંગ કરાઇ હતી.

આ અંગે ગુરુવારે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ અંગે ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, 4096 ચો.મી. કુલ જગ્યા છે ત્યાં કેન્સર હોસ્પિટલ બનાવવાનું મહાવીર ટ્રસ્ટનું આયોજન છે. શહેરમાં કેન્સર હોસ્પિટલથી દર્દીઓને મોટો લાભ થઈ શકે તેથી 3.25 કરોડ પેઈડ એફએસઆઇ ભરવામાંથી કોઈ પણ શરતો વગર મુક્તિ આપવા નિર્ણય અર્થે સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજૂ કરવા મંજૂરી આપી છે. સરકાર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...