કોરોના સંક્રમણ:3 દિવસના 2150 કેસમાં 1થી 17 વર્ષના 323 બાળકો અને 18થી 40ની વયજૂથના 869 યુવાઓને ચેપ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અઠવામાં સૌથી વધુ 120 બાળકો સંક્રમિત જેમાં 12થી 17 વર્ષના 82

શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કોરોનાના 2150 કેસ થઈ ગયા છે જેમાં 1 થી 17 વર્ષની વયજૂથના 323 બાળકો સંક્રમિત થયા છે. જ્યારે 18 થી 40 વર્ષની વયજૂથના 869 યુવાઓમાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યું હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. શહેરમાં ત્રણ દિવસમાં નોંધાયેલા કુલ 2150 કેસમાંથી સૌથી વધુ 945 કેસ અઠવા ઝોનમાં જ નોંધાયા છે, જ્યારે રાંદેરમાં 457 કેસ નોંધાયા છે.

સૌથી ઓછા કેસ સેન્ટ્રલ ઝોનમાં 76 નોંધાયા છે. અઠવા ઝોનમાં ખાનગી લેબમાં વધુ ટેસ્ટિંગ થતું હોવાના કારણે અહીં કેસ વધુ મળતાં હોવાનું પાલિકાના અધિકારીઓનું કહેવું છે. આ ઝોનમાં 120 બાળકો પણ પોઝિટિવ આવ્યા છે જેમાં 12 થી 17 વર્ષની ઉંમરના 82 બાળકોનો સમાવેશ થાય છે.

ઝોન મુજબ ઉંમર પ્રમાણે કેસ

ઝોન0-1212-1718-4041-6060+કુલ
સેન્ટ્રલ5232271076
વરાછા-એ1027815814190
વરાછા-બી5114427390
કતારગામ825784815174
લિંબાયત453329879
ઉધના112654408139
અઠવા3882358359108945
રાંદેર154918915450457
કુલ962278697422162150

​​​​​​​

થર્ડ વેવઃ સ્મીમેરમાં 1.19 કરોડના ખર્ચે સાધનો ખરીદાશે
​​​​​​​સુરતઃ કોરોનાની ત્રીજી લહેરને લઇ સુરત મહાનગર પાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આરટીપીસીઆર લેબ સેટઅપ માટે જરૂરી ઇક્વિપમેન્ટ્સ ખરીદવામાં આવશે. ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં એનએમસી ગાઇડલાઇન્સ મુજબ તથા પીસીઆર ટેસ્ટિંગ કેપેસીટીમાં વધારો કરવા નવી પીસીઆર લેબોરેટેરી સ્થાપિત કરવા માટે સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. આ માટે 1.19 કરોડના ખર્ચે વિવિધ સાધનો ખરીદવામાં આવશે. હાલમાં ત્રણ માસની જરૂરિયાતના આધારે જથ્થો મંગાવવામાં આવશે.

સેકન્ડ ડોઝને પાત્ર 4 લાખ લોકોએ હજુ રસી મુકાવી નથી
શહેરમાં 4 લાખ લોકોનો સેકન્ડ ડોઝનો સમય થઇ ગયો છતાં રસી મુકાવવા જતા નથી. આ લોકોને રસી મુકાવવા અપીલ કરાઈ છે. શહેરમાં 36 લાખ લોકો સેકન્ડ ડોઝ મુકાવવા લાયક હતા. જેની સામે 32 લાખ લોકોએ રસી મુકાવી દીધી છે. આ સાથે સેકન્ડ ડોઝની કામગીરી 88.71 ટકા પૂર્ણ થઇ છે.

અલથાણ,વરાછા,અમરોલીમાં 3 સોસાયટીને ક્લસ્ટર કરાઇ
​​​​​​​અલથાણ વિસ્તારમાં સ્વસ્તિક પાર્કમાં એક જ ઘરમાં 4, નાના વરાછામાં વાડી ફળિયામાં 6, અમરોલીમાં મહાવીરધામમાં 4 કેસ આવ્યા છે. જેમાં એક જ ઘરમાં 2 કેસ આવતા પાલિકાની ટીમે આ ત્રણેય ઘરને ક્લસ્ટર જાહેર કર્યા છે સાથે જ લોકોની અવરજવર પણ અહીંથી બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...