સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, બીજી તરફ રેસિડેન્ટમાં સોલાર પેનલ ફિટ કરાવનારની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના માટે સરકાર દ્વારા સૂર્ય ગુજરાત સોલાર યોજના ફેઝ-2 યોજના ઓગસ્ટ મહિના પછી અમલમાં મુકવામાં આવી છે. માત્ર 4 મહિનામાં જ દક્ષિણ ગુજરાતમાં 7911 ઘરોમાં 32 મેગા વોટ કરતાં વધારે સોલાર પેનલ ફિટ થઈ ગઈ છે. આમ, દક્ષિણ ગુજરાતમાં કુલ 32 મેગા વોટની સોલાર પેનલ ફિટ થઈ છે. સરકારની સૂર્ય ગુજરાત સોલાર યોજના ફેઝ-2માં માત્ર 4 મહિનામાં જ 32 મેગા વોટ સોલાર પેનલ ફિટ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
સોલાર એનર્જી સસ્તી અને ટકાઉ છે, સોલાર પેનલ ફિટ કરવાથી વીજળી બિલ ઝિરો થતું હોવાથી લોકોમાં અવેરનેસ વધી રહી છે અને સોલાર પેનલ ફિટ કરવા તરફ વળી રહ્યા છે. એક મેગા વોટ સોલાર પેનલ દ્વારા 4 હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. જ્યારે 32 મેગા વોટ સોલાર પેનલ દ્વારા રોજની 1.28 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય.
જો એક કિલો કોલસામાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તો 3 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. આ 32 મેગા વોટ સોલાર પેનલથી રોજના 1.28 લાખ યુનિટ વીજળીના ઉત્પાદનથી 42666 કિલો કોલસાની બચત થઈ રહી છે. એક યુનિટ વીજળીનો ભાવ અંદાજીત 7 રૂપિયા છે. એટલે 32 મેગા વોટ સોલાર પેનલ દ્વારા 1.28 યુનિટ વીજળીનું ઉત્પાદન થતું હોવાથી સોલાર પેનલ લગાવનારા લોકોની 8.96 લાખ રૂપિયાની પણ બચત થઈ રહી છે.
વિજળીનું ગણિત આ રીતે સમજો
સોલાર પેનલ
1 મેગા (1 હજાર કિલો) વોટ સોલાર પેનલ 1 દિવસમાં 4 હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે
કોલસો
4 હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા માટે 1300 કિલોથી વધુ કોલસો બાળવો પડે
4000 યુનિટ એટલે કે, એક સામાન્ય પરિવારનો 20 મહિનાનો સરેરાશ વપરાશ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.