તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થર્ટીફર્સ્ટમાં ડમસ વિસ્તારમાં આવેલા નાના-મોટા ફાર્મ હાઉસી મળી અંદાજે 2 હજાર ફાર્મ હાઉસોના માલિકોને મૌખિક સૂચનાઓ આપી અને કોવિડ 19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના ડુમસ પોલીસ મથકના પીઆઈ રાહુલ પટેલે આપી હતી. ડુમસ, સુવાલી સહિતના સ્થળો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે
તમામ પાર્ટીઓ ઉપર પ્રતિબંધ
થર્ટીફર્સ્ટની ઉજવણી માટે ડુમસ અને સુંવાલી બીચ ઉપર જનારા સુરતીઓની સામે સુરત પોલીસે કાયદેસર કાર્યવાહી કરવામાં કરશે. થર્ટી ફર્સ્ટની ઉજવણી સુરત શહેરમાં વિશેષ હોય છે, ઠેર ઠેર પાર્ટીનું આયોજન હોય છે. સુરતમાં ખાણીપીણીની જયાફતો સાથે ડીજે સંગ ડાન્સ પાર્ટીઓ યોજાય છે. પરંતુ કોરોના વાઈરસની મહામારીને કારણે સુરત પોલીસે તમામ પાર્ટીઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સુરત શહેરમાં રાત્રિ કર્ફર્યૂનો અમલ હોવાથી હોટલો રેસ્ટોરન્ટ્સ સહિતના ફાર્મ હાઉસોમાં પાર્ટી રાખી શકાશે નહીં, તેમજ સોસાયટી, એપાર્ટમેન્ટમાં પણ જાહેરમાં થર્ટીફર્સ્ટની પાર્ટી રાખનારા સામે સ્થાનિક પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
ફાર્મહાઉસના માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે
થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરત શહેરના સહેલગાહ ગણાતાં ડુમસ, સુવાલી સહિતના સ્થળો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. સુરત પોલીસની હદ વિસ્તારમાં આવેલા તમામ ફાર્મ હાઉસ ઉપર પણ વોચ રાખવામાં આવશે અને આવા તમામ ફાર્મ હાઉસોના માલિકોને ચેતવણી આપવામાં આવી છે કે, પાર્ટી માટે કોઈને ફાર્મહાઉસ આપવું નહીં અને પાર્ટી કરતા પકડાશે તો ફાર્મહાઉસના માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાપુજીની વાડી ખાતે નાના-મોટા 300 ફાર્મ હાઉસો, સાયલન્ટ ઝોન ખાતે 400-500 ફાર્મ હાઉસો આવેલા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.