તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:સિવિલ-સ્મીમેર,ખાનગી હોસ્પિટલના કુલ 6690 બેડમાંથી 3177 બેડ ખાલી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારીમાં 2459માંથી 1655 અને પ્રાઇવેટમાં 4231માંથી 1522 બેડ ખાલી
  • નવા 1113 પોઝિટિવ કેસ નોંધાયા, 12 દર્દીનાં મૃત્યુ, 2129 દર્દીઓ કોરોનાથી સાજા

છેલ્લા અઠવાડિયાથી કોરોનાના નવા કેસોની સંખ્યા ઓછી થતાં સિવિલ, સ્મીમેર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા વધી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 67 ટકા બેડ ખાલી થયા છે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 36 ટકા બેડ ખાલી છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં નવા પોઝિટિવ કેસોની સંખ્યા એક હજારથી નીચે આવી છે, જ્યારે રોજ 2 હજારથી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1518 બેડની વ્યવસ્થા છે તેમાંથી 490 બેડ પર દર્દીઓ દાખલ છે. તેવી જ રીતે સ્મીમેર માં 941 બેડની વ્યવસ્થા સામે 314 દર્દીઓ દાખલ છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 4231 બેડની વ્યવસ્થા સામે 2709 દર્દીઓ દાખલ છે.

રવિવારે શહેરમાં 839 અને જિલ્લામાં 274 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 7 અને જિલ્લામાં 5 દર્દીઓના મોત થયા હતાં. 2129 દર્દીઓ કોરોનાથી સાજા થયાં છે. બીજી બાજુ સાજા થનારની સંખ્યામાં વધારો થતાં શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 13453 થઇ ગઇ છે.

સરકારી હોસ્પિટલમાં 67 ટકા બેડ ખાલી છે

હોસ્પિટલબેડદાખલખાલી
સિવિલ15184901028
સ્મીમેર941314627
પ્રાઇવેટ423127091522
કુલ669035133177

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...