તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ:317 દિવસ બાદ એક માર્ચથી કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ, કોરોનાના લીધે 24 માર્ચથી કોર્ટ બંધ હતી

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

હાઇકોર્ટના આદેશ બાદ હવે 1લી માર્ચથી સુરત સહિતના મહાનગરોમાં કોર્ટનું ફિઝિકલ હિયરિંગ શરૂ થઈ જશે. છેલ્લાં 317 દિવસથી માત્ર ઓનલાઇન હિયરિંગ જ ચાલી રહ્યુ હતુ. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિશનના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યુ કે આખરે 1લી માર્ચ થી કોર્ટની કામગીરી સંપૂર્ણ રીતે અગાઉની સ્થિતિ મુજબ જ ચાલુ થઇ જશે.

ફિઝિકલ હિયરિંગ શરૂ થવું એ આવકારદાયક બાબત છે.એડવોકેટ ઝમીર શેખ કહે છે કે લોકોના અટકેલા અનેક કામો થશે, કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થતા હવે ત્યકતાના ખાધા ખોરાકીની અટકેલાં રૂપિયા, મોટર વાહન અકસ્માતના કેસમાં અટવાયેલાં રિફંડના રૂપિયા વગેરે મળતા થશે.

કંઇ-કંઇ શરતોનું પાલન કરવું પડશે

 • કોર્ટ કેમ્પસ અને રૂમમાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે
 • કોર્ટ કેમ્પસમાં પ્રવેશતી વખતે થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત
 • દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે
 • જરૂર ન હોય ત્યાં સુધી પક્ષકારોને બોલાવાશે નહીં
 • વકીલોએ કામકાજ પૂર્ણ થયા બાદ કેમ્પસ છોડી દેવુ પડશે
 • એક જ જગ્યાએ ટોળે ન વળવું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો