તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છેલ્લા 15 દિવસમાં 350માંથી 315 ડાઇંગ મિલો બંધ થઇ ગઇ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાપડ વેચનાર મિલોનું 4 હજાર કરોડનું પેમેન્ટ ફસાયું
  • હજારો કારીગરોએ રોજગારી ગુમાવવાની નોબત

કોરોનાની બીજી લહેરને કંટ્રોલ કરવા માટે 28 એપ્રિલથી કાપડ માર્કેટ બંધ કરવામાં આવતા 12મે સુધી શહેરની 350માંથી 315 ડાઇંગ મિલો બંધ થઇ ગઇ છે. જેથી હજારો કારીગરોએ રોજગારી ગુમાવવાની નોબત આવી છે. કોરોના સંક્રમણના વર્ષ દરમિયાન કાપડનો વેપાર મંદ રહેવા સાથે ક્રેડિટ પર જોબવર્કનું કામ અને કાપડ વેચનાર મિલોનું 4000 કરોડનું પેમેન્ટ ટ્રેડર્સોમાં ફસાયુ છે. ડાઇંગ પ્રોસેસિંગ એકમોના ઉદ્યોગકારોએ 2020ના લોકડાઉન પછી બેંકો પાસેથી 2થી 5 કરોડની કેશ ક્રેડિટ લીધી હતી તેના પર કામ ચાલી રહ્યુ છે.

હવે ઉદ્યોગકારો સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોના ઓવરડ્રાફ્ટની રકમ ભરપાઇ કરી શકે તેમ નથી. તે સ્થિતિમાં જો નજીકના દિવસોમાં કાપડ માર્કેટ શરૂ નહી થાય તો કેટલાક ઉદ્યોગકારો નાદારી નોંધાવે તેવા દૃશ્યો જોવા મળી શકે. કતારગામ વિવર્સ એસોસિએશનના પ્રમુખ દેવેશ પટેલ કહે છે કે, ‘કલેક્ટર ડો.ધવલ પટેલે સવારે 10થી 2 કાપડ માર્કેટ ખોલવા મંજૂરી આપી હતી. પરંતુ ફોસ્ટા અને ચેમ્બર વચ્ચેના ગજગ્રાહને લીધે ફોસ્ટાએ માર્કેટ નહીં ખોલવા જે નિર્ણય લીધો હતો તે ખોટો હતો. માર્કેટ ખોલવાની મંજૂરી કોણ લઇ આવ્યું તે મહત્વનું ન હતંુ પરંતુ વેપારનો હિત મહત્વનું હતું. આ નિર્ણયથી સરવાળે બધાને નુકસાન થઇ રહ્યુ છે.’

અન્ય સમાચારો પણ છે...