મંજૂર:બુલેટ ટ્રેનમાં ટ્રેક, સપ્લાય-નિર્માણ માટે 3141 કરોડનો બીજો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુલેટ ટ્રેન રેલ ટ્રેક ઉપર પ્રિ-કાસ્ટ ટ્રેક સ્લેબ નંખાશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રથી ગુજરાત વચ્ચેના અંતરમાં હવે બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાયો છે. ટ્રેકની ઉપર પ્રિ-કાસ્ટ ટ્રેક સ્લેબ નાંખવા માટે રૂા. 3141 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. ત્રણ વિભાગમાં આ પ્રોજેક્ટ કામ કરશે. વડોદરા અને સાબરમતી ડેપો વચ્ચે ડબલ લાઇન હાઇસ્પીડ રેલવે અને વર્કશોપ માટેનો આ કોન્ટ્રાક્ટ છે જેની કિંમત રૂા. 3141 કરોડ નક્કી કરાઈ છે. IRCON ઇન્ટરનેશનલ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરાયા છે.

જેમાં બુલેટ ટ્રેન રેલ ટ્રેક માટે પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ નખાશે. આ સ્લેબ પેકેજ T-2 માં જરોલી ગામ (મહારાષ્ટ્ર) થી ગુજરાત બોર્ડર સુધી 156 કિમી અને ગુજરાત બોર્ડરથી વાપી-વલસાડ-સુરત-વડોદરા સુધી કુલ 393 કિમી માટે નાખવામાં આવશે.

ટ્રેક નાખવા 508 કિમીના રૂટને 3 પેકેજમાં વહેંચાયો
ટ્રેક નાખવા માટે 508 કિમીના રૂટને ત્રણ પેકેજમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં T-1, T-2 અને T-3 પેકેજનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાં પેકેજ ટી-2નો સૌથી વધુ હિસ્સો છે. આ માટે જાન્યુઆરીમાં ટેન્ડર બહાર પડશે. હવે T-2 અને T-3 કોન્ટ્રાક્ટ મળ્યા બાદ સંબંધિત કંપનીને ટ્રેક બનાવવા, ટેસ્ટિંગ, કમિશનિંગની કામગીરી શરૂ કરાશે. બુલેટ ટ્રેનના રૂટ પર સ્લેબ ટ્રેક પદ્ધતિથી ટ્રેક નાખવાનું કામ કરવામાં આવશે.
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...