પ્રવેશ પ્રક્રિયા:યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં 30406 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્નાતકમાં 27434 અને અનુસ્નાતકમાં 2972 વિદ્યાર્થીએ જ્યારે માસકોમમાં 30 બેઠકમાંથી 2 છાત્રએ જ પ્રવેશ લીધો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં હાલ સુધીમાં 30,406 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જેમાંથી સ્નાતક અભ્યાસક્રમો માટે 27,434 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમો માટે 2972 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છેે. જેમાં સ્નાતક અભ્યાસક્રમોમાં કુલ 86,078 અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 16,757 બેઠકો છે. આ બેઠકો પૈકી સ્નાતક અભ્યાક્રમોમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે 68,862 બેઠકો છે.

જેમાં બી.કોમ માટે 26,745 બેઠકોમાંથી 14,392 વિદ્યાર્થીઓએ પ્રવેશ લઇ લીધો છે. જ્યારે 46 ટકા એટલે 12,353 બેઠક ખાલી પડી છે. બીએસસીમાં 10,820 બેઠકોમાંથી 4391 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. હજુ 59 ટકા બેઠક ખાલી પડી છે. બીબીએમાં 3420 બેઠકોમાંથી 2707 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

તેવી જ રીતે બીસીએ 5984 બેઠકોમાંથી 5423 પ્રવેશ, બીએસસી કોમ્પ્યુટરમાં 500 બેઠકોમાંથી 136, બીકોમ એલએલબીમાં 120 બેઠકમાંથી 101, એમએસસી માઇક્રોબોયોલોજી 5 વર્ષ ઇન્ટીગ્રેટેડની 60 બેઠકમાંથી 36, બીઆરએસની 300 બેઠકોમાંથી 246 પ્રવેશ મેળવ્યા છે. જ્યારે બીએ માસ કોમ્યુનિકેશનની 30 બેઠકોમાંથી માત્ર 2 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...