તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કોરોનાના કેસ વધતા માર્કેટમાંથી 30 હજાર પાર્સલો ઓછા ડિસ્પેચ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય રીતે 70 હજાર પાર્સલ રવાના થતા હતા

સુરતની ટેક્સટાઈલ માર્કેટોમાંથી ભારતના અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવતા પાર્સલોનું ડિસ્પેચિંગ ઓછું થઈ ગયું છે. કોરોનાને કારણે બહારના વેપારીઓ વધારે માલ ઓર્ડર કરી નથી રહ્યા જેથી સુરતમાંથી 30 હજાર પાર્સલો ઓછા થઈ રહ્યા છે અને માલ લઈ જનાર ટ્રકની સંખ્યામાં પણ ઘટાડો નોંધાય છે.કોરોના કેસની સ્પિડ દિવસે દિવસે વધી રહી છે ત્યારે તેની અસર ટેક્સટાઈલ સેક્ટરને પડી રહી છે.

લગ્નસરાની સિઝન માટે સુરતમાંથી એક અંદાજ પ્રમાણે 1 લાખ જેટલા પાર્સલોનું ડિસ્પેચિંગ થયું હોય છે પરંતુ આ વર્ષે માત્ર 70 હજાર પાર્સલોનું જ ડિસ્પેચિંગ થઈ રહ્યું છે. જ્યારે લગ્નસરા સિઝનમાં સુરતમાંથી બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 400 જેટલા ટ્રક પાર્સલો લઈને જતા હતાં, પરંતુ કોરોનાને બહારના રાજ્યના વેપારીઓ સ્ટોક કરી રહ્યા નથી.

જેથી સુરતની માર્કેટોમાં પાર્સલોના સ્ટોક વધી ગયા છે.ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ યુવરાજ દેસલે કહે છે કે, ‘સામાન્ય દિવસોમાં આ લગ્ન સિઝનમાં એક લાખ જેટલા પાર્સલ સુરતમાંથી જતા હોય છે પરંતુ હાલ કોરોના હોવાથી તેની અસર થઈ રહી છે અને પાર્સલો બહારગામ જઈ રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો