અવ્યવસ્થા:1700 સીટની અંત્યોદય ટ્રેનમાં 3000 ગયા, 5000 રહી ગયા, તાપ્તીમાં 400 કન્ફર્મ સહિત 1900 ચડી ન શક્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉધના સ્ટેશન પર યાત્રીઓ પ્લેટફોર્મ પર ઊભા રહેવાની જગ્યા ન મળતા શૌચાલયની છત પર ચડી ગયા હતા. - Divya Bhaskar
ઉધના સ્ટેશન પર યાત્રીઓ પ્લેટફોર્મ પર ઊભા રહેવાની જગ્યા ન મળતા શૌચાલયની છત પર ચડી ગયા હતા.
  • ઉધના સ્ટેશન પર માદરે વતન જવા લોકોની ભારે ભીડ થતાં અવ્યવસ્થા સર્જાઈ
  • અંત્યોદયમાં 8 વાર ચેઇનપુલિંગ, નિલગિરિ પાસે 47 મિનિટ રોકાઈ

ઉધના રેલવે સ્ટેશન દિવાળીની રજા પડતાની સાથે જ માંદરે વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા. જાણે મેળો સર્જાયો હોય તેવું માહોલ બન્યો હતો. ઉત્તર ભારતીય મુસાફરો અંધાધૂંધીનો ભોગ બન્યા હતા.જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.

પ્લેટફોર્મ પર ઊભા રહેવાની પણ જગ્યા ન મળી રહે તેટલો મુસાફરોનો જનસેલાબ જોવા મળ્યો હતો. તેવામાં 1700 સીટ વાળી અંત્યોદય ટ્રનમાં 3000 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે 5000 યાત્રીઓ ચઢી શક્યા જ ન હતા. આ ઉપરાંત અંત્યોદય ટ્રેનમાં 8 વખત ચેઈન ખેંચવામાં આવી હતી. જેથી ટ્રેન નિલગીરી એલસી ગેટ ક્રોસિંગ પાસે 47 મિનિટ રોકાઈ હતી.

જો કે, તાપ્તી ગંગા ટ્રેનમાં 400 કન્ફર્મ સહિત 1900 યાત્રીઓ રહી ગયા હતા. યાત્રીઓએ ટ્રેનમાં ખીચોખીચ ભરાઈને મુસાફરી કરવી પડી હતી. જો કે, પ્લેટફોર્મ પર પણ પગ મૂકવા જેટલી જગ્યા ન હતી. પ્લેટફોર્મ પર નાની ઉમંરથી લઈ મોટી ઉંમરના લોકોએ હાંલાકી વેઠવી પડી હતી. મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી.

મુસાફરો ટ્રેનના દરવાજામાંથી પ્રવેશ કરી ન શકતા ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવાની જગ્યા ન રહેતા મુસાફરો પ્લેટફોર્મના શૌચાલયની છત પર ચડી ગયા હતા. શૌચાલય પર ઉભા રહીને ટ્રેનમાં પ્રવેશવાની અને અન્ય ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર મુસાફરોના માથાઓ જ દેખાતા હતા.

અન્ય સમાચારો પણ છે...