ગૌરવપથ 1 વર્ષે પણ અધૂરો:ભેંસાણમાં 300 મી. જમીનને વાંકે પાલથી જહાંગીરપુરા જવામાં 7 કિમીનો ચકરાવો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ સુએઝ પ્લાન્ટની દીવાલને લીધે રોડ માટે 
300 મીટર જમીનનો કબજો મળતો નથી. - Divya Bhaskar
ભેંસાણ સુએઝ પ્લાન્ટની દીવાલને લીધે રોડ માટે 300 મીટર જમીનનો કબજો મળતો નથી.
  • ભેંસાણ એસટીપીની દીવાલને અડીને રોડ બનાવવામાં ભૂગર્ભ લાઇનની બાધા, ગૌરવપથ 1 વર્ષે પણ અધૂરો

પેટ્રોલના ભાવ ભડકે છે ત્યારે ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દીવાલને લીધે રોડ માટે 300 મીટર જમીનનો કબજો મળતો નથી, જેથી પાલથી જહાંગીરપુરાને જોડતો ગૌરવપથ 1 વર્ષે પણ અધૂરો છે. ભેંસાણ નજીક માર્ગ બ્લોક થઇ જતાં ચાલકોને 6થી 7 કિમીનો ચકરાવો લેવાની નોબત પડી રહી છે. પ્લાન્ટની દીવાલ નજીકથી યુટીલિટી લાઇન પસાર થતી હોવાથી ટાઉન પ્લાનીંગ વિભાગને પત્ર લખ્યો હતો. જોકે હજુ આ અંગે કોઇ ઉકેલ ન આવતાં પાલ-જહાંગીરપુરા સહિતના 3 લાખ લોકોને મુશ્કેલી થઈ રહી છે.

પાલિકાએ સુડાના ભરોસે રહીને રોડ નહીં બનાવ્યો
ભેંસાણ શહેરમાં સામેલ ન હોવા છતાં પાલિકાએ ભાવિ જરૂરિયાત, તાપી શુદ્ધિકરણ માટે 1995માં સુએઝ પ્લાન્ટ બનાવ્યો હતો. જોકે 4 વર્ષ પહેલાં ગૌરવપથના DPR પ્રમાણે કેટલાક ફેરફાર થતાં STP સુધી પહોંચેલું નિર્માણ હાલ પણ અધૂરું છે. જે તે સમયે પાલ તરફ સુડા રસ્તો બનાવી લેશે તેવી અપેક્ષાએ બાકી રહેલા રોડ માટે હવે જમીનનો કબજો લેવાની બાબત અટવાઈ ગઈ હતી. જે આજે પણ યેનકેન પ્રકારે અધૂરી જ રહી છે.

જમીનનો કબજો લેવા વિભાગોનું સંકલન કરાશે
પ્લાન્ટ પાસે બાકી રહેલા રોડનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા જમીનનો કબજો લેવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આ માટે ડ્રેનેજ વિભાગ સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલન કરવામાં આવશે. > જયદિપ પરીખ, કાર્યપાલક ઇજનેર, ટાઉન પ્લાનિંગ વિભાગ, પાલિકા

દોઢ વર્ષ પહેલાં પત્ર લખાયો છતાં હજુ પણ ઉકેલ નથી
ભેસાણ STPની કમ્પાઉન્ડ વોલ પાસેથી ચિન્હિત રસ્તા રેખા મુજબની કબજા લેવાની પ્રક્રિયા શરૂ થતાં જ ડ્રેનેજ વિભાગે આ જમીન પરથી કેટલીક ભૂગર્ભ યુટીલિટી લાઇન પસાર થતી હોવા બાબતે દોઢ વર્ષ પહેલાં પત્ર લખ્યો હતો. સાથે જ રસ્તા રેખા પર વેરિએશન કરવાની પણ રજૂઆત કરી હતી. લાંબા સમય પછી પણ કોઇ ઉકેલ ન મળતાં ચાલકો હેરાન થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...