વેક્સિનેશન:30 હજારે નવ મહિના પછી પ્રથમ ડોઝ લીધો, લોકોએ કહ્યું, ટૂરિસ્ટ સ્થળોએ સર્ટિફિકેટ માંગે છે એટલે વેક્સિન મુકાવી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક વડીલ કેન્દ્ર સુધી જઇ ન શકતા રીક્ષામાં રસી અપાઇ હતી. - Divya Bhaskar
એક વડીલ કેન્દ્ર સુધી જઇ ન શકતા રીક્ષામાં રસી અપાઇ હતી.
  • મેગા વેક્સિનેશન કેમ્પે પાલિકાના 100 ટકાને પ્રથમ ડોઝ આપ્યાના દાવાની પોલ ખોલી નાખી
  • ​​​​​​​સેકન્ડ ડોઝ બાકી હોય એવા 1.15 લાખ લોકોને ફોન કરાયા પણ 34 હજારે જ રસી મુકાવી, રવિવારે 1 લાખના ટાર્ગેટ સામે 65 હજારનું વેક્સિનેશન

રવિવારે મેગા અભિયાનમાં 1 લાખ લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક પૂરો કરવા પાલિકાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, મોડીસાંજ સુધીમાં 65 હજારનું રસીકરણ થયું હતું. શહેરના 310થી વધુ સેન્ટરો પર કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે બીજો ડોઝ બાકી હોય તેવા 1.25 લાખ લોકોને મેસેજ કરીને જાણ કરાઈ હતી. ઝોન વાઇઝ તમામની વિગતો સાથેની યાદી તૈયાર કરાઈ હતી. આ માટે ઝોન દીઠ 50થી વધુના સ્ટાફને માત્રને માત્ર કોલિંગ કામગીરી સોંપાઈ હતી. જેની સામે 34803 લોકો જ બીજો ડોઝ મુકાવવા આવ્યા હતા.

જ્યારે 30 હજારે પ્રથમ ડોઝ લીધો હતો. આ અભિયાનમાં દિવ્ય ભાસ્કરની ટીમે 9-9 મહિના બાદ પ્રથમ ડોઝ લેવા નિકળેલા લોકો સાથે વાતચીત કરી કારણો જાણ્યાં હતાં. જ્યારે સેકન્ડ ડોઝ કેમ બાકી છે તે સંદર્ભે પણ વાતચીત કરી હતી. નોંધનીય છે કે, સેન્ટરોની સંખ્યા વધારે હોવાથી રસી માટે ભીડ જોવા મળી ન હતી. સરળતાથી લોકો ડોઝ મુકાવી શક્યા હતા.

પ્રથમ ડોઝ મુકાવવા રસીકરણ કેન્દ્રો પર પહોંચેલા લોકો શું કહે છે?
સ્વિમિંગ માટે સર્ટિ. માંગતા રસી મુકાવી

રસીથી એન્ટીબોડી ડેવલપ થતી નથી એવું સાંભલતા મુકાવી ન હતી. હું સ્વિમીંગમાં જવાનો છું, પરંતુ રસી મુકાવી હોય તો જ પ્રવેશ અપાય છે એટલે ફરજિયાત રસી મુકાવવી પડી છે.> દિપેશ પટેલ

ટુરિસ્ટ સ્થળોએ બંને ડોઝના સર્ટિ. માંગ છે
લગ્નને છ મહિના જ થયા છે. રસી મુકાવાથી સંતાન ન થાય એવી વાતોથી ડર હતો. વેકેશનમાં હિમાચલ જવાના છે. પણ બંને ડોઝના સર્ટીફિકેટ માંગે છે એટલે રસી મૂકાવી છે.> મિતેશ સુરતી

પહેલા ડરતો હતો, પણ પરિવારે હિંમત આપી
હું હાર્ટ પેશન્ટ છું. મહોલ્લાનો એક યુવાન રસી મુકાવ્યાના બે દિવસમાં જ મૃત્યુ પામ્યો હોવાથી ડર હતો. પરંતુ પરિવારે કંઇ થતું નથી તેવી સમજ આપતાં રસી મુકવા તૈયાર થયો. > દિનેશ પટેલ

પાલિકાના ચોપડે નોંધાયેલા આંકડા

ઝોનપ્રથમબીજોકુલ
સેન્ટ્ર્લ21253,1095234
વરાછા-એ57416,53812279
વરાછા-બી28734,3747247
કતારગામ49154,6629577
લિંબાયત68075,36312170
અઠવા11812,8514032
ઉધના52683,0478315
રાંદેર10604,8595919
કુલ2997034,80364773

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...