મુશ્કેલી:ટ્રકોની અછતને કારણે સુરતથી મોકલાતાં 30% પાર્સલોને અસર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિલિવરી અટકી જતાં કામદારોએ 30% મજૂરીની માંગ કરી
  • પાર્સલ લઈ જતી ટ્રકોમાં પરતમાં કેમિકલ, મશીનરી આવે છે

કાપડ માર્કેટમાં હાલમાં તેજી છે. શહેરમાંથી રોજની 350 ટ્ર્કમાં યુપી, બિહાર, દિલ્હી સહિત દેશભરમાં 250 કરોડનો માલ મોકલાઈ રહ્યો છે. પરંતુ ડિલિવરી માટે ગયેલી ટ્રકો કેમિકલ મશીનરી લઈને પરત થતી હોવાથી 30 ટકા પાર્સલોને અસર થઈ રહી છે. ટ્રાન્સપોર્ટર્સ પણ નવા ઓર્ડર લેતા નથી. બીજી તરફ ડિલિવરી કરવા જતાં કામદારોને પાર્સલ પરત લાવવાની ફરજ પડી રહી છે. માટે યુનિયને રિટર્ન પાર્સલમાં 30 ટકા મજૂરીની માંગ કરી છે.

નવરાત્રિ બાદ રોજની 100થી વધુ ટ્રકો ઘટી ગઈ
ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેસલે કહે છે કે, નવરાત્રી પહેલા સુરતમાંથી રોજની 450 ટ્રકો દ્વારા કાપડ મોકલવામાં આવતું હતું. પરંતુ હલા 350 જેટલી ટ્રકોમાં જ કાપડ મોકલાઈ રહ્યું છે. માલની ડિલિવરી કરવા માટે ગયેલા ટ્રકો લેટ આવી રહ્યાં હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. રિટર્ન આવતા ટ્રોમાં મશીનરી, દવા, કેમિકલ આવતા હોવાથી ટ્રકો સુરતમાં લેટ આવે છે.

ટ્રાન્સ્પોર્ટરો કામદારોને ના પાડી રહ્યા છે
આ મામલે કામદાર યુનિયનના શાન ખાન પઠાણ કહે છે કે, ‘હાલમાં કાપડ માર્કેટમાં દિવાળીની તેજી છે. છતાં હાલ માલ ડિલિવરી કરતી ટ્રકોની સંખ્યા ઓછી છે. જેથી પાર્સલ લઈને જતા કામદારોને ટ્રાન્સપોર્ટેશન ના પાડી રહ્યા છે. આ રીતે રોજનો 30 ટકા માલ પરત આવી રહ્યો છે, જેની મજૂરી માંગણી કરવામાં આવી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...