અનેરું ભંડોળ:30 ચિત્રકારોએ 12 કલાકમાં 17 લાખ એકત્ર કર્યા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જય જવાન નાગરિક સમિતિના કાર્યક્રમમાં શહિદોને આર્થિક મદદ

જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગીલ વિજય દિન નિમિત્તે શહીદવીરોના પરિવારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ શહેરની જાણીતી સંસ્થા કલા પ્રતિષ્ઠાનના માધ્યમથી શહેરના ચિત્રકારો દ્વારા કલાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ પણ રખાયો હતો.કાર્યક્રમમાં જે લોકો વિઝીટ માટે આવ્યા હતા તેઓને સામે બેસાડીને તેમના લાઈવ ચિત્ર દોરી ફ્રેમિંગ કરી આપ્યા હતા.

તેમાંથી 94 હજાર એકત્ર થયા. 4 ચિત્રકારોએ મળીને કારગીલ વિજય દિવસનું લાઈવ ચિત્ર પણ સ્થળ પર તૈયાર કર્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા એ એક ચિત્રના 11 લાખ અને પી.પી.સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી એ બીજા ચિત્રના 5 લાખની બોલી આપી ખરીદના તેમાંથી 16 લાખ રૂપિયા ઊભા થયા હતા કુલ મળીને 16 94000 રૂપિયાની રાશિ એકત્ર થતા મંચ પર શહીદ વીરોના પરિવારો માટે ઉપયોગી થાય તે હેતુથી જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરાયા હતા. સંસ્થાના પ્રમુખ રમણીક ઝાપડીયા જણાવ્યું હતું કે કોઈ કલા સંસ્થા અને કલાકારો દ્વારા આટલી મોટી રકમ શહીદ વીરોના પરિવારો માટે અર્પણ થયો હોય તેવો આ પ્રથમ બનાવ છે.

અન્ય સમાચારો પણ છે...