10 વર્ષ પહેલા સુરત-ડુમસ રોડ મગદલ્લા ચાર રસ્તાથી એરપોર્ટ તરફ જતા સિમેન્ટ કોંક્રીટના રોડમાં મસમોટી તિરાડ પડતા પાલિકાએ રિપેર કામ શરૂ કર્યું છે. આ રોડની અવધિ 15થી 20 વર્ષની હોવાના તંત્ર દાવો કરે છે. પરંતુ 10 વર્ષમાં જ તિરાડો પડતા કામની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા છે. સીસી રોડની 5 વર્ષ સુધીની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે પણ હાલમાં 10 વર્ષ થતાં પાલિકા રોડનું રિપેરીંગ કામ કરી રહી છે જેમાં કેટલીક જગ્યાએ ડામરના થીંગડા મરાયા છે.
વર્ષ 2011માં 505 કિમી સીસી રોડનું ટેન્ડર મંજૂર થયું હતું
2011માં સુરત ડુમસ રોડને જુના જકાતનાકાથી એરપોર્ટ સુધી 5.5 કિમી લંબાઇમાં સિમેન્ટ કોંક્રીટનો બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હતું. આ રોડ સાથે અડાજણ-હજીરા રોડને રાજહંસ સિનેમાથી નવી હદ સુધી 1.8 કિમી અને સુરત બારડોલી રોડને પુણા ફલાય ઓવરથી નવી હદ સુધી 1.2 કિમીની લંબાઇમાં સિમેન્ટ કોંક્રીટ બનાવવા રોહિત ઇન્ફ્રા પ્રોજેકટ પ્રાઇવેટ લિ, થાણેનું 46.68 કરોડનું ટેન્ડર મંજૂર થયું હતું.જેમાં એરપોર્ટ સુધીના આ સીસી રોડ પાછળ 30 કરોડ ખર્ચાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.