વિરોધ:બેંક હડતાળના પહેલા દિવસે 30% ચેક, 200 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઠપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી બેંકોએ ચેસ્ટમાંથી એડવાન્સ ઉપાડી લેતાં નાણાં ઘટ ન પડી

સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ 16 અને 17 ડિસેમ્બરે હડતાળ પાડી છે. પહેલા દિવસે 30 ટકા ચેકોનું ક્લિયરન્સ તથા અંદાજે 200 કરોડના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. યુનાઈટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયને જાહેર કરેલી બે દિવસીય હડતાળને રાજ્યના એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને તમામ રાષ્ટ્રીકૃત બેંકના કર્મચારીઓ બે દિવસની જડબેસલાક હડતાળ પાડશે. શહેરમાં 12 નેશનલાઈઝ બેંકની 370 બ્રાંચના 8 હજાર કર્મચારીઓ આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં જોડાયા છે.

ડિપોઝિટ મશિનો ફુલ પણ ATMમાં કેશ નહીં ખૂટી
લોકોએ પેમેન્ટ માટે કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરતાં અનેક બેંકના મશીનો ફૂલ થઈ ગયા હતા. પરંતુ એટીએમમાં કેશ ખૂટી ન હતી. જો કે, 17મીએ એટીએમમાં કેશ ખૂટી પડે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...