ઠગાઈ:ફોરેક્ષમાં રોકાણ કરાવી રૂ.38.60 લાખ પડાવનાર મુંબઈના 3 ઝબ્બે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નફો બતાવી નવસારીના સિનિયર સિટીઝન સાથે ઠગાઈ

નવસારીના સિનિયર સિટીઝનને રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી લેભાગુ કંપનીએ 38.60 લાખની રકમ પડાવી હતી. આ અંગે સુરત રેંજની સાયબર ક્રાઇમ પોલીસની ટીમે મુંબઇથી સૂત્રધાર સહિત ત્રણને પકડી લાવી છે. સૂત્રધાર વિનય ગુપ્તા ગોવા ભાગી જવાની ફિરાકમાં હતો તે પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો.નવસારીમાં રહેતા સિનિયર સિટીઝન ગત ફેબ્રુઆરી માસમાં ફોરેક્ષ ટ્રેડિંગ માટે સર્ચ કરતા કેપિટલ ફોરેક્ષ લાઈવ લિ. નામની આઈડી જોવા મળી હતી. તેમાં ક્લીક કરતા એક અજાણ્યા ઈસમનો તેમના પર ઓનલાઈન ફોન આવ્યો હતો અને તેમને કંપનીની વિવિધ સ્કિમ વિશે સમજાવ્યું હતું.

લેભાગુ કંપનીએ સિનીયર સિટીઝન પાસેથી અલગ અલગ સ્કીમોના નામે 26.50 લાખ પડાવી પછી રોકાણમાં નફો થયો હોવાનું એપમાં બતાવ્યું હતું. જ્યારે રોકાણ કરેલી રકમ ઉપાડવા આરોપીને ફોન કરતા ટેક્સની ચૂકવણી માટે વધુ રૂ. 12.10 લાખની રકમ પડાવી હતી.પછી ઓફિસમાં ઈન્કમટેક્સની રેડ એવા બહાના કાઢી ફોન બંધ કરી દીધો હતો.

સુરત રેંજના ડીવાયએસપી એ.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઈ એન.એન. પરમાર અને પીએસઆઈ મનોજ પાટીલ, હે.કો વિશાલ હરિભાઇ અને ટેકનિકલ સ્ટાફે મુંબઈથી ક્યુશન ટેકનોલોજીની કંપનીના ડીસ્ટ્રીબ્યુટર રવિન્દ્ર મનુ રૂડાની (રહે. મુંબઈ), સતિષભાઈ પ્રેમલાલ યાદવ (રહે. મુંબઈ), વિનય કપિલદેવ ગુપ્તા (રહે. મુંબઈ)ને પકડી પાડયા છે.

જેમાં માસ્ટર માઈન્ડ વિનય ગુપ્તા છે. અગાઉ વિનય ગુપ્તા સાયબર ક્રાઇમના ગુનામાં મુંબઈમાં પકડાયો હતો છેતરપિંડી કરનાર વિનય કપિલ ગુપ્તા મુખ્ય માસ્ટર માઈન્ડ હતો. જે પણ રકમ ખાતામાં જમા થાય તેના ખાતા ધારકને વિનય ગુપ્તા એક લાખ રૂપિયા પર રૂ. 200 કમિશન આપતો હતો. તે ઘર બદલી મુંબઈમાં જ અલગ અલગ સ્થળોએ ભાડેથી રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...