અગ્નિકાંડ:કડોદરામાં 2018માં બનેલી બિલ્ડિંગ ગેરકાયદે હોવાની આગ લાગ્યા પછી 3 વર્ષે સુડાને ખબર પડી, અંતે સીલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાહ પેકેજિંગ કંપનીના ભાગીદાર અને મેનેજરની ધરપકડ કરાઈ, માલિક ફરાર

વરેલીમાં આવેલી વિવાહ પેકેજિંગ એન્ડ સન પ્લાસ્ટિકમાં સોમવારે મળસ્કે વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગ લાગવાથી ફેકટરી બિલ્ડીંગમાં રહેતા અને કામકરતા 300 થી વધુ કામદાર બિલ્ડીંગમાં ફસાઈ ગયા હતા. ફાયરે 125 વધુ કામદારને દિલધડક રેસ્ક્યુ કર્યા હતા. સમગ્ર ઘટનામાં 2ના મોત થયા હતા, ઘટના બાદ શરૂઆતથી જ ફકેટરી માલિકની બેદરકારી ધ્યાનમાં આવતા રેન્જ આઈ.જી. ના આદેશ બાદ કડોદરા પોલિસે ફેકટરી માલિક ભાગીદાર તેમજ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સમગ્ર મામલે શરુઆતથી જ કડક વલણ દાખવતા સુડા પણ બચાવની મુદ્રામાં આવી ગયું હતું.

મંગળવારે વહેલી સવારે જ સુડાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી. જેમાં આંખે આખું બિલ્ડીંગ જ ગેરકાયદેસર હોવાનું પુરવાર થયું હતું. સુડાએ બિલ્ડીંગને સિલ કરી પોતાની સિક્યુરિટી બિલ્ડીંગની બહાર તૈનાત કરી હતી. જોકે બિલ્ડીંગની આકારણી થઈ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આ પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બન્યો છે. બીજી તરફ મંગળવારના રોજ કડોદરા જી.આઈ.ડી.સી. પોલિસે દિનેશ નાથાભાઈ વઘાસિયા (રહે, અંગના સોસાયટી, શ્યામધામ સીમાડા રોડ, નાનાવરાછા સુરત શહેર, મૂળ રહે, આસોદર, જી, અમરેલી) તેમજ ભાગીદાર શૈલેષ વિનુભાઈ જાગાણી (હાલ રહે, કવિતા રો હાઉસ, સરથાણા જકાતનાકા, સુરત શહેર, મૂળ રહે, આસોદર, જી-અમરેલી) ની ધરપકડ કરી હતી જ્યારે કંપનીનો માલિક જનક મધુભાઈ જોગાણી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે.

કંપનીનું બિલ્ડિંગ ગેરકાયદે હોવાથી સુડા અને વીજકંપની સામે પણ આગામી દિવસોમાં પોલીસ તપાસ કરશે
પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ જે કંપની બનાવવામાં આવી છે તેનું કોઈ રજીસ્ટ્રેશન કરાયું નથી. એટલું જ કોઈ પણ જાતની સરકારી પરવાનગી લેવાઇ નથી. સુડાએ બિલ્ડીંગને ગેરકાયદે ગણાવી સિલ કરી દીધું છે. બિનઅધિકૃત બંધકામની આકારણી થઈ છે, કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરશે. પોલીસે આ પ્રકરણમાં સુડા પાસે પણ માહિતી માગવાની તૈયારી કરી છે. આ સાથે પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કઈ રીતે વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું. દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસમાં લગતા વળગતા તમામ સરકારી વિભાગો પાસેથી પોલીસે માહિતી એકત્રિત કરી કેસનો ગાળ્યો વધુ મજબૂત બનાવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે બને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...