તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાનો જથ્થો ઝડપાયો:સુરતના અડાજણ વિસ્તારમાંથી વિદેશી દારૂના 11 લાખના જથ્થા સાથે 3 ઝડપાયા એક વોન્ટેડ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી લીધા હતાં. - Divya Bhaskar
પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી લીધા હતાં.
  • પાર્ક કરાયેલી કારમાંથી 468 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

શહેરના ઇચ્છાપોર પાલ-ભાઠા અને અડાજણમાંથી પોલીસે બાતમીના આધારે દારૂના કેસમાં વોન્ટેડ ઈશ્વર મારવાડીનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ત્રણ જણાની ધરપકડ કરી છે. એટલું જ નહીં પણ પોલીસે બે ફોર વહીલ કાર, એક બાઇક અને એક મોપેડ સહિત રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દા માલ કબજે લઈ દારૂ મોકલનાર અને મગાવનાર સહિત અનેકને ભાગેડુ જાહેર કર્યા છે.

દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.
દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.

કારમાંથી દારૂ ઝડપાયો
PCB પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. પાલ-ભાઠાની રસરાજ રેસિડેન્સીની દુકાન નંબર 8માંથી અને અડાજણ ગણેશ કૃપા સોસાયટી સામેના જાહેર રોડ પર પાર્ક કારમાથી પોલીસે 468 વિદેશી દારૂ ની બોટલ ઝડપી પાડી હતી. પોલીસ દારૂના જથ્થા સાથે ઈશ્વર મારવાડી સહિત બે સાગરીતોને પકડી પાડ્યાં હતાં. સાથે જ દારૂનો જથ્થો મગાવનાર રાજેશ સિંધી, મોકલનાર પુણા પરવટ પાટિયાના રાકેશ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

કાર સાથે દારૂનો જથ્થો અને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.
કાર સાથે દારૂનો જથ્થો અને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં.

પાંચ મોબાઈલ કબ્જે કરાયા
પોલીસે એક સ્વીફ્ટ કાર નંબર GJ5CK1753, એક ઇકો કાર નંબર GJ5RH3546, એક હોન્ડા સાઈન બાઇક નંબર GJ5SQ8638 અને એક મોપેડ GJ5HG1074 ને કબ્જે લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન પર કબ્જે લીધા છે. તમામ સામે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઈશ્વર રાવત સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના 4 ગુના નોંધાયા છે. 2018માં તેને બે વર્ષ માટે તડીપાર પણ કરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.