સચિન GIDC ગેસકાંડ:કેમિકલ ભરેલું ટેન્કર ખાડીમાં ખાલી કરવા 3થી 4 માણસો આવ્યા હતા : પ્રત્યક્ષદર્શી અશોક તિવારી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કેમિકલ માફિયા સંદીપ ગુપ્તાને શોધતી પોલીસ

ઝેરી કેમિકલ મામલે ક્રાઇમબ્રાંચ સંદીપ ગુપ્તાને પણ શોધી રહી છે. કેમ કે પ્રેમસાગર ગુપ્તા તેનો સગો ભાઈ છે અને તે ઝેરી કેમિકલ નિકાલ કરવા ડ્રાઈવરને જગ્યા પ્રેમસાગરે બતાવી હતી. તે આશીફ ટામેટા ગેંગમાં પણ સામેલ છે. થોડા દિવસો પહેલા જ ગુજસીટોકમાં જામીન પર છૂટ્યો છે.પ્રત્યદર્શી અશોક તિવારીએ કહ્યું કે, ઘટનાસ્થળે 3થી 4 લોકો આવ્યા હતા.

આ કલમો હેઠળ ગુનો નોંધાયો
304-આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ અને દંડ
336-3 મહિના સુધીની સજા અથવા 250 રૂપિયાનો દંડ
337-6 મહિના સુધીની સજા અથવા 500 રૂપિયાનો દંડ
338-2 વર્ષ સુધીની સજા અથવા 1 હજારનો દંડ
284-6 મહિના સુધીની સજા અથવા 1 હજારનો દંડ
277-3 મહિના સુધીની સજા અથવા 500 રૂપિયાનો દંડ
278-500 રૂપિયાનો દંડ
120(બી)-મોત કે જન્મટીપની અથવા બે કે તેથી વધુ વર્ષની સજા

અન્ય સમાચારો પણ છે...