કોર્ટનો નિર્ણય:નકલી ચલણી નોટ કેસમાં 3ને 3 વર્ષ, એકને 6 વર્ષની સજા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેશ અને નાગરિકને આર્થિક નુકસાનનો ગુનો : કોર્ટ
  • 2020માં સબજેલ નજીક 3 પાસે નકલી નોટ મળી હતી

ખટોદરા પોલીસ મથકે 4 વર્ષ અગાઉ નોંધાયેલાં 40.73 લાખની નકલી ચલણી નોટના કેસમાં કોર્ટે 6 આરોપી પૈકી 3ને ત્રણ-ત્રણ વર્ષ અને 1 આરોપીને 6 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. 2ને પુરાવાના અભાવે નિર્દોષ છોડયા હતા. પોલીસને 13 ઓગષ્ટ,2020ના રોજ જૂની સબજેલ પાસે એક્ટિવા સવાર અજય પટેલ, બાબુ વાનખેડે અને વાસુ બંગાલી પાસે 25 લાખની નકલી નોટ મળી હતી. કેસની વધુ તપાસમાં બીજા 3 આરોપીના નામ સામે આવ્યા હતા. કુલ 40.73 લાખની નકલી નોટ મળી હતી. ત્રીજા એડિ. સેશન્સ જજ ડી.પી.ગોહિલે ચુકાદામાં નોંધ્યું કે, આ ગુનો દેશના અર્થતંત્રને તેમજ સામાન્ય નાગરિકને આર્થિક નુકશાન કરતો ગુનો છે. સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયાએ દલીલો કરી હતી.

જપ્ત કરેલા મુદ્દામાલની હરાજી કરવામાં આવશે
જપ્ત કરાયેલી કેટલીક નોટો અસલી હતી, ઉપરાંત લેપટોપ સહિતની સામગ્રીની પણ હરાજી કરી તેને સરકારમાં જમા કરાવવાનો હુકમ કરાયો હતો. આરોપીઓએ રૂપિયા 100, 500 અને 1000ની નોટો બનાવટી બનાવી હતી. આરોપી રવિએ પોતાની ઓફિસમાં ડુપ્લીકેટ નોટો બનાવી હતી.

કોને કેટલી સજા

  • આરોપી અજયકુમાર હસમુખ પટેલ, બાબુલાલ વાનખેડે અને વાસુ બંગાલીને ત્રણ-ત્રણ વર્ષની સજા
  • આરોપી રવિ અશોક ગાંધીને 6 વર્ષની સજા અને રૂપિયા 15 હજારનો દંડ
અન્ય સમાચારો પણ છે...