બાળકોનું રસીકરણ:બીજા દિવસે બાળકોના વેક્સિનેશનમાં 3 હજારનો વધારો, 29000ને રસી મુકાઈ, એંગ્લો ઉર્દુ સ્કૂલમાં 60% રસીકરણ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
એંગ્લો ઉર્દુ સ્કૂલમાં પહેલા દિવસે વાલીઓએ સંમતિ ન આપતા રસીકરણ થયું ન હતું, બીજા દિવસે સમજાવટ બાદ રસી મુકાઈ. - Divya Bhaskar
એંગ્લો ઉર્દુ સ્કૂલમાં પહેલા દિવસે વાલીઓએ સંમતિ ન આપતા રસીકરણ થયું ન હતું, બીજા દિવસે સમજાવટ બાદ રસી મુકાઈ.
  • 15થી 18 વર્ષના કિશોરો માટેની ડ્રાઈવમાં 1.92 લાખના લક્ષ્યાંક સામે બે દિવસમાં 55230નું રસીકરણ
  • કતારગામ ઝોનમાં સૌથી વધુ 5697 અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી ઓછા 1571 વિદ્યાર્થીઓને રસી મૂકાઈ​​​​​​​

15 થી 18 વર્ષના કિશોરો માટે કોરોના વેક્સિનેશન ડ્રાઈવના બીજા દિવસે સુરત શહેરમાં 29154 કિશોરોએ ઉત્સાહભેર રસી મૂકાવી હતી. ગઇકાલની સરખામણીમાં કિશોરોના રસીકરણમાં 3 હજારનો વધારો થયો છે. આવતીકાલે બુધવારે શહેરના 141 સ્કૂલોના સેન્ટર પર રસીકરણની કામગીરી થશે. મનપાએ રસીકરણ અભિયાનના બીજા દિવસે 140 થી વધુ સ્કૂલોના રસીકરણ સેન્ટરો પર 15 થી 18 વર્ષ વય જૂથના કુલ 29154 કિશોરોનું રસીકરણ કર્યું હતું.

જેમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 5697 કિશોરો, સેન્ટ્રલ ઝોનમાં 1571 કિશોરો, વરાછા-એ ઝોનમાં 5142, વરાછા ઝોન બી-માં 4302, લિબાયતમાં 3617, રાંદેર ઝોનમાં 2827, ઉધના ઝોનમાં 2831, અઠવા ઝોનમાં 3167 કિશોરોને રસીકરણ કરાયું હતું.અભિયાનના કુલ 1.92 લાખના લક્ષ્યાંક સામે બે દિવસમાં શહેરમાં 55230ને રસી મુકાઈ છે. પ્રથમ દિવસે વાલીઓની સંમતિ ન મળતા સોદાગરવાડની એંગ્લો ઉર્દૂ સ્કૂલમાં રસીકરણ મુલતવી હતું. બાદમાં વાલીઓને સમજાવતા બીજા દિવસે 60 ટકા વિદ્યાર્થીઓએ રસી મુકાવી છે.

ઝોન વાઈઝ અપાયેલી રસી

ઝોનડોઝ
સેન્ટ્રલ1571
વરાછા-એ5142
વરાછા-બી4302
કતારગામ5697
લિંબાયત3617
અઠવા3167
ઉધના2831
રાંદેર2827
કુલ29154

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...