વેપારીઓનું સ્થળાંતર:મહિને 50 હજારનું ભાડુ નહીં પોસાતા કાપડની 3 હજાર દુકાનો ખાલી થઇ ગઇ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિંગરોડ માર્કેટના વેપારીઓનું સારોલી વિસ્તારમાં સ્થળાંતર
  • વેપારીઓનો ઓનલાઇન ધંધો વધી ગયો એટલે ઓછા ભાડાની દુકાનો રાખે છે

કોરોના કાળમાં બંધને પગલે વેપારીઓને નુકશાન થતા વેપારીઓ રિંગ રોડ વિસ્તારની દુકાનમાંથી સારોલીની માર્કેટોમાં શિફ્ટ થઈ રહ્યા છે. હાલ કોરોના કાળમાં બહારના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપતા હોવાને કારણે પણ વેપારીઓ દુકાન ખાલી કરીને નાની દુકાનોમાં અને ઓછા ભાડા વાળી દુકાનોમાં સ્થળાંતર થઈ રહ્યા છે. રિંગ રોડ વિસ્તારની માર્કેટોમાંથી એક વર્ષમાં 3 હજાર વેપારીઓએ સારોલીની માર્કેટોમાં દુકાન શિફ્ટ કરી છે. જેથી રિંગ રોડની દુકાનોના ભાડા પણ 50 ટકા સુધી ઘટ્યા છે.

સારોલી વિસ્તારમાં માત્ર 4 હજાર રૂપિયાથી દુકાન ભાડે મળી રહી છે
રિંગરોડ વિસ્તારની 160 માર્કેટો મળીને 50 હજારથી વધારે દુકાનો છે. જ્યારે સારોલી વિસ્તારમાં 40 જેટલી માર્કેટો મળીને 30 હજાર જેટલી દુકાનો છે. રિંગ રોડ વિસ્તારની દુકાનોમાં સામાન્ય દિવસોમાં 6 લાખથી લઈને 12 લાખ રૂપિયા સુધી વાર્ષિક ભાડુ હોય છે. જ્યારે હાલ સારોલી વિસ્તારમાં 4 હજાર રૂપિયાથી લઈને 6 હજાર રૂપિયા મહિને ભાડામાં દુકાનો મળી રહી છે.

આ કારણથી દુકાનો સ્થળાંતર થઈ રહી છે
{ કોરોનામાં બહારગામના વેપારી આવવાને બદલે ઓર્ડર વોટ્સએપ પર અને મેઈલ પર ફોટા જોઈને આપતા હોય મોટી દુકાનને બદલે નાની દુકાન પસંદ કરે છે. { હાલ રિંગરોડની દુકાનોમાં વાર્ષિક 4 લાખથી 8 લાખ સુધી ભાડુ છે જ્યારે સારોલી રોડ પર એક મહિનાના 4 હજારના ભાડે દુકાનો મળી રહી છે એટલે વેપારીઓ સારોલી માર્કેટમાં શિફ્ટ થઈ રહ્યા છે.

નાણાં બચાવવા માટે વેપારીઓનો પ્રયાસ
હાલ માર્કેટમાં મોટા ભાગના વેપારીઓ નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રૂપિયા બચાવવા વેપારીઓ દુકાન શિફ્ટ કરી રહ્યા છે. આ સિવાય કોઈનો ધંધો ઓનલાઈન થઈ ગયો હોવાને કારણે તેઓ દુકાન નાની કરી રહ્યા છે. રિંગ રોડ પરથી સારોલી વિસ્તારની માર્કેટોમાં 3 હજાર જેટલી દુકાનો શિફ્ટ થઈ છે. > નરેન્દ્ર સાબુ, પ્રમુખ, સુરત મર્કન્ટાઈલ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...