છેતરપિંડી:કતારગામના વેપારી સાથે 3 ઠગે 75 લાખની ઠગાઇ કરી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારગામમાં એમ્બ્રોયડરીનું ખાતુ ચલાવતા વેપારી પાસેથી દલાલ અને પિતા-પુત્ર સહિત 3 જણાએ ઉધારમાં ચણીયાચોળી લઇ 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્રાણમાં પ્લેટિનમ હાઇટ્સ ખાતે રહેતા રાજેશ ધરમશીભાઈ ડોબરીયા એમ્બ્રોયડરી જોબવર્કનું કામ કરે છે.

કતારગામ નવી જીઆઈડીસીમાં તેમનું ખાતું છે. અઢી વર્ષ પહેલા રાજેશનો સંપર્ક કાપડ દલાલ હિમાંશુ નટવરલાલ શનિશ્વરા(રહે. વૈષ્ણોદેવી એપાર્ટમેન્ટ,જહાંગીરપુરા) સાથે થઈ હતી. ત્યારે હિમાંશુએ વેચાણ કરવા માટે ચણીયોચાળી માંગ્યા હતા. તેણે માર્કેટના ધોરાધોરણ મુજબ વેપારીઓ પાસેથી પેમેન્ટ લઈને આપશે. પેમેન્ટની જવાબદારી તેની રહેશે. ત્યાર બાદ હિમાંશુ સાથે ભરત કાતરિયા અને ભરતનો દીકરો અક્ષિતકુમાર(બંને રહે. લક્ષ્મી નગર સોસાયટી, સીતાનગર ચોકડી પાસે, પુણા ગામ) રાજેશને મળ્યા હતા.

ભરત કાતરિયા અને તેમનો દીકરો બોમ્બે માર્કેટમાં દુર્ગા એન એક્ષ નામથી વેપાર કરતા હોવાનું જણાવી હિમાંશુના માધ્યમથી રાજેશ પાસેથી 75 લાખ રૂપિયાની ચણીયા ચોળી ઉધારમાં લીધી હતી. તેને પેમેન્ટ તેઓએ કર્યું નહતું. તમામ આરોપીઓ દુકાન બંધ કરી નાસી ગયા હતા. તેઓએ રાજેશની જેમ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે. રાજેશે ત્રણેય વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...