કોરોના અપડેટ:એલ.પી.સવાણીના 3 વિદ્યાર્થી પોઝિટિવ,14 દિવસ સ્કૂલ બંધ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.11ની બે વિદ્યાર્થિની બાદ ત્રીજો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો
  • અડાજણની​​​​​​​ સ્કૂલના 96 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, પોઝિટિવ કોઈ નહીં

અડાજણની એલ.પી.સવાણી સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં પાલિકાએ નિયમ પ્રમાણે સ્કૂલને 14 દિવસ બંધ કરાવી છે. 15 વર્ષીય ત્રણેય વિદ્યાર્થી ધો. 11 સાયન્સમાં ભણે છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માં પહેલાં એક વિદ્યાર્થીનિ પોઝિટિવ આવ્યા બાદ બીજી એક વિદ્યાર્થિની અને ત્રીજો એક વિદ્યાર્થી પોઝિટિવ નોંધાયાં છે.

રાદેર ઝોને ધનવંતરી રથ દ્વારા સ્કૂલના 96 વિદ્યાર્થીઓના રેપિડ-આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતાં પણ કોઈ પોઝિટિવ આવ્યું ન હતું. પરંતુ કેસ જે રીતે બાળકોમાં જ વધી રહ્યાં હોય પાલિકાની ચિંતામાં વધારો થયો છે અને આ પરિસ્થિતિ ત્રીજી લહેરમાં ન પરિણમે તે માટે મીટિંગના દૌર શરૂ થયાં છે. સર્વેલન્સ વધારાયું છે અન્ય ઝોનમાં પણ સર્વેલન્સ વધારવા કોવિડ નિયંત્રણ માટે પગલાંઓ લેવા સૂચના આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગના ટેસ્ટિંગ કરાયા
એલ.પી.સવાણી સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થી એમ ત્રણેય વિદ્યાર્થીઓના રહેઠાણ પાલનપુર પાટિયા હિદાયત નગર, અડાજણ શીતલ રો-હાઉસ, પાલ સરીતા સાગર સોસાયટીમાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું છે.

કોરોનાના વધુ 5 કેસ, 4 સાજા, એક્ટિવ કેસ 83
શહેરમાં 4 અને જિલ્લામાં 1 કેસ સોમવારે કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143776 થઈ છે. 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141578 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...