તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:3 રાજ્યોએ પોતાની સરહદ સીલ કરી દેતા શ્રમિકોનું વતન વાપસીનું સપનું ચકનાચૂર 

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
શ્રમિકોએ ફૂડ પેકેટ માટે ટિફીન અને હવે ટિકીટ માટે બેગ મૂકી. - Divya Bhaskar
શ્રમિકોએ ફૂડ પેકેટ માટે ટિફીન અને હવે ટિકીટ માટે બેગ મૂકી.
 • મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધાત્મક આદેશ મુક્યા
 • હવે અશુભ પ્રસંગ અને માંદગી જેવા કારણ સાથે વતન જવામાં હેરાનગતિ વધશે

શહેરના વિવિધ વિસ્તારોમાં વતન જવાની માંગને લઈને કારીગરો દ્વારા તોફાનો થતાં તંત્ર દ્વારા ટ્રેન મારફતે વતન મોકલવાની સાથે બસને પણ પરવાનગી આપી હતી. 1 લાખથી વધુ કારીગરો બસ અને ટ્રેન મારફતે વતન પહોંચી ગયા છે. ત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર દ્વારા બોર્ડર સીલ કરી દેવાતા વતન વાપસી માટે તલપાપડ થઈ રહેલા અન્ય શ્રમિકોનું સપનું રોળાયું છે.
સ્ક્રિનિંગ અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે વતન રવાના કરાયેલા શ્રમિકોની લાંબી લિસ્ટ બનીને તૈયાર છે. ત્યાં ગુજરાતની બોર્ડરને અડીને આવેલા અન્ય 3 રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકાર દ્વારા પોતાની બોર્ડર સીલ કરવાના આદેશને પગલે સુરતમાં વસતાં અન્ય શ્રમિકોની વતની વાપસી અટકી છે.
આ 3 રાજ્યો દ્વારા પ્રતિબંધાત્મક આદેશને કારણે શ્રમિકોની વતન વાપસી પણ હાલ ટલ્લે ચઢી છે. સુરતના ટેક્સટાઈલમાં એમપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કારીગરો તેમજ લાખોની સંખ્યામાં વેપારી વર્ગ સંકળાયેલો છે. એવામાં અશુભ પ્રસંગ અને માંદગી જેવા કારણો સાથે પણ વતન જવા ઈચ્છતાં લોકોની હેરાનગતિ વધશે.
શ્રમિકોની 800થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ
વતન વાપસી માટે રવિવારે થયેલી 800 ઓનલાઈન અરજી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.કલેકટર કચેરીને મળેલી અરજીઓ પૈકી મોટા ભાગની યુપી, રાજસ્થાન અને બિહારના મુળ વતનીઓની હતી. જેઓ દ્વારા ખાનગી વાહનો કે લકઝરી બસ દ્વારા પોતાના વતન જવા માટે અરજી કરી હતી. જ્યાં સુધી આ ત્રણેય રાજ્યો મંજૂરી નહીં આવે ત્યાં સુધી બ્રેક મારી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો