તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડિંડોલીમાં બજારમાંથી ઘરેણાં ચોરી કરનાર 3 બહેન ઝડપાઈ

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મોટી બહેન સગીર બહેનો પાસે ચોરી કરાવતી

ડિંડોલીમાં પોલીસ સ્ટેશનની સામે આવેલી મંગળવારી બજારમાં ખરીદી કરવા માટે આવેલી મહિલા અને બાળકીના ગળામાંથી સોનાના ઘરેણાં ચોરી કરવાના બનાવમાં પોલીસે એક યુવતી અને તેની બે નાની બહેનોની અટકાયત કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલીમાં સાંઈ રેસિડેન્સીમાં રહેતા રાજેશ્રી પાટીલ તેમની ભાભી છાયાબેન અને તેમની દીકરી નિવ્યા (દોઢ વર્ષ) સાથે મંગળવારી બજારમાં ખરીદી માટે ગઈ હતી. ત્યારે અજાણ્યા આરોપીએ નિવ્યાના ગળામાંથી સોનાનું પેન્ડલ ચોરી નાસી ગયો હતો. અન્ય બનાવમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી રત્ના રાજપુત ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે મંગળવારી બજારમાં ખરીદી માટે ગઈ હતી.

ત્યારે અજાણ્યાએ સોનાનું પેન્ડલવાળું મંગળસુત્ર ચોરી કરી લીધું હતું. રત્ના રાજપુતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વોચ ગોઠવીને એક યુવતી 20 વર્ષિય રાગિણી( નામ બદલ્યું છે) અને તેની બહેનો 16 વર્ષિય રીના(નામ બદલ્યું છે) તથા 15 વર્ષિય રીતા( નામ બદલ્યું છે)ની ધરપકડ કરી છે. રાગિણી બંને બંહેનો પાસે ચોરી કરાવતી હતી. ત્રણેયએ ઘણા સ્થળોએ ચોરી કરી છે. ત્રણેય બહેનો ખુબજ રીઢી હોય એવું જણાય છે. પોલીસ સખતાઈથી પૂછપરછ કરી હોવા છતાં તેઓ કાંઈ જવાબ નથી આપતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો