તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદેશમાં કોરોનાની અસર અને દિવાળી પૂર્વેથી લોકલ અને ઈન્ટરનેશનલ ડાયમંડ માર્કેટમાં વધી સારી ડિમાન્ડના પગલે પોલિશ્ડ ડાયમંડના દરમાં 3 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. કોરોનાની સ્થિતિ વચ્ચે ગુજરાત હીરા બુર્સમાંથી આ વખતે 6229 કરોડનું હીરાનું એક્સપોર્ટ લોકડાઉનના સમયગાળામાં થયું છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ સાથો-સાથ સિન્થેટીક ડાયમંડની પણ ડિમાન્ડ સારી રહી છે.
હાલ બ્રિટન, ફ્રાંસ સહિતના શહેરોમાં કોરોનાનો વાયરસ મ્યુટેડ થતાં ફ્લાઈટ્સને અસર થઈ છે. જોકે, હીરાના વેપારને અસર વર્તાઈ નથી. દિવાળી પૂર્વેથી જ રૂ.25,000 સુધીના પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નીકળી છે. જે હજુ પણ યથાવત રહી છે. મોટાભાગે ક્રિસમસની ખરીદી દિવાળી દરમિયાન જ થઈ જતી હોવાના કારણે આ વર્ષે સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોને સારો વેપાર મળ્યો છે. જોકે, હજુ પણ ડિમાન્ડ યથાવત રહેતાં પોલિશ્ડ ડાયમંડના વિવિધ કેરેટ પ્રમાણે દરમાં પાછલા અઠવાડિયે જ 3 ટકા સુધીનો વધારો નોંધાયો છે. સ્થાનિક ઉદ્યોગકારોનું કહેણું છે કે, હીરાની ડિમાન્ડ આ વખતે સારી છે. કોરોનાની અસર છે પરંતુ પ્રોડક્શન ઓછા-વત્તા પ્રમાણમાં થઈ રહ્યું છે.
પોલિશ્ડ ડાયમંડના દરના કારણે રફ ડાયમંડના દરમાં પણ વધારો થાય તેવી ચિંતા સેવાઈ રહી છે. સ્થાનિક આગેવાનો જણાવે છે કે, હાલ સરેરાશ 2થી 3 ટકા રફ ડાયમંડના દર વધ્યાં છે. નાના ઉદ્યોગકારોને રફ મેળવવામાં અગવડતાં નડી રહી છે. ત્યારે હવે જે પ્રમાણે પોલિશ્ડ ડાયમંડના દર વધ્યાં છે, ત્યારે માઈનીંગ કંપનીઓ રફ ડાયમંડના દર વધારે તેવી ચિંતા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.