તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સુષુપ્ત પડેલી‘એપેલેટ કમિટી’માં 3 અધિકારીઓની નિમણૂંક કરાઇ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના સભ્યો નિવૃત્ત થતાં નવાને જવાબદારી સોંપાઇ
  • આવાસ સહિતના પ્રશ્નોના ઉકેલ માટે કમિટી બનાવાઈ હતી

મહાનગર પાલિકામાં વિવિધ ડિસ્પ્યુટ્સ મેટરો, વિવિધ ઝોનના પ્રશ્નો, જેએનયુઆરએમ-બીએસયુપી-ઈડબલ્યુએસ આવાસ, સ્લમ પોકેટના વિવિધ પ્રશ્નોના સૉલ્યુશન માટે બનાવવામાં આવેલી ‘એપેલેટ કમિટી’માં ત્રણ અધિકારીની નિમણૂંકના મહાનગર પાલિકા કમિશનરે આદેશ કર્યો છે.પાલિકા કમિશનરે, ‘એપેલેટ કમિટી’માં હોદ્દાની રૂએ એડિશનલ સિટી ઇજનેર જતીન દેસાઈ, ઇન્ચાર્જ ડે.કમિશનર કમલેશ નાયક તથા ડેપ્યુટી કમિશનર (કોન્ટ્રાક્ટ) સી.વાય.ભટ્ટની નિમણૂંક કરાઇ છે.

છેલ્લા ઘણાં વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં મુકાઈ ગયેલી એપેલેટ કમિટીમાં અચાનક નિમણૂંક કરી ત્રણ અધિકારીઓને પડતર વિવાદી પ્રશ્નોના નિરાકરણ માટેની જવાબદારી આપવામાં આવી છે.અગાઉ મહાનગર પાલિકામાં ડીઓપી ડેપ્યુટી કમિશનર જીવણ પટેલ સહિતના અધિકારીની નિવૃત્તિ બાદ કેતન પટેલ પણ નિવૃત્ત થતાં કમિટીમાં સભ્યોની નિમણૂંક કરવાની હતી. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર એસ.અપર્ણાએ વિવિધ આવાસો અ્ને ઝોનની ડિસ્પ્યૂટેડ મેટરોના નિકાલ માટે એપેલેટ કમિટીની રચના કરી હતી.

પરંતુ અધિકારીઓની નિવૃત્તિ અને કોરોનાને પગલે ઘણાં વર્ષોથી મહત્ત્વની એપેલેટ કમિટીની કોઈ બેઠક મળી જ ન હતી. આખરે મહાનગર પાલિકા કમિશનર બીએન. પાનીએ કમિટી ને ફરી ઉભી કરવા માટે ત્રણ અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેના પગલે આગામી દિવસોમાં વિવાદી પ્રશ્નોનું વહેલી તકે નિવારણ થવાની સંભાવના ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...