સુવિધા:સુરતમાં 3 નવા બ્રીજ અને સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળશે, 150 ગ્રીન બસો દોડશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા બ્રીજ અને સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળશે. - Divya Bhaskar
નવા બ્રીજ અને સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળશે.
  • નવા વર્ષે આ ભેટ મળશેે: ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સ બાદ 1800 પેસેન્જર કેપેસિટી થશે

નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરાશે
નવી સિવિલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે. હાલ તેને કોરોનાના દર્દીઓ માટે જરૂર પડે તો ઉપયોગમાં લઇ શકાય તે માટે સ્ટેન્ડબાય રખાયું છે. અહીં હાર્ટ, કિડની અને ન્યુરોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરાશે. 2021માં ત્રણેય સુપર સ્પેશિયાલિટી સારવાર શરૂ થઈ શકે તેવી શક્યતાઓ છે.

ટર્મિનલનું એક્સપાન્સન,પેરેલલ ટેક્સિ ટ્રેક બનશે

ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સ બાદ તેની કેપેસિટી 1800 પેસેન્જરથી થઈ જશે.
ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સ બાદ તેની કેપેસિટી 1800 પેસેન્જરથી થઈ જશે.

સુરત એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રેન એક્સપાન્સનની સાથે પીટીટી એટલે કે પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ પૂર્ણ કરનારી છે. એટલું જ નહીં, ત્રણ નવા એરોબ્રિજ પણ મૂકાનારા છે. ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સ બાદ તેની કેપેસિટી 1800 પેસેન્જરથી થઈ જશે. એપ્રેનના એક્સપાન્સ બાદ 23 ફ્લાઇટો સરળતાથી પાર્ક કરી શકાશે.

શહીદોની યાદમાં બનેલું શહીદ સ્મારક પૂર્ણ થશે

ફેઝ-2નું કામ શરૂ કરાશે.
ફેઝ-2નું કામ શરૂ કરાશે.

વેસુ આભવા મેઇન રોડ સાકાર થઇ રહેલા શહીદ સ્મારક ફેઝ-1નું કામ 2021માં પૂર્ણ થશે. ફેઝ-1માં એન્ટ્રન્સ પ્લાઝા, શૌર્ય દ્વાર, યુનિટી સ્કે્વર, પાર્કિંગ, એક્સીસ ઓફ ટાઇમ, બે ડીસ્પ્લે ગેલેરી, શહીદ સ્તંભ, ઓપન એક્ઝિબિશન એરિયા સહિતના વિવિધ કામો ચાલી રહ્યા છે, જે 2021 સુધીમાં પૂર્ણ થશે. આ સાથે ફેઝ-2નું કામ શરૂ કરાશે.

સૌથી ઊંચા પિલરવાળો બ્રિજ બનીને તૈયાર થશે

બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.
બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.

સુરત-મુંબઇ વેસ્ટર્ન રેલવે મેઇન લાઇન ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા અને સુરત બારડોલી રોડ પર રૂા.133.50 કરોડના ખર્ચે સાકાર થઇ રહેલા રેલવે ઓ‌વરબ્રિજ સાથે રિંગરોડ બ્રિજની ઉપર સાકાર થઇ રહેલ કરણી માતા બ્રિજનું કામ નવા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થાય એવી શક્યતા છે. આ બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.

ચોકના કિલ્લાનો ફેઝ-2 તૈયાર, લોકાર્પણ થશે

ફેઝ-2માં ડ્રો બ્રીજ, કિલ્લેદાર હાઉસ, શહેરની છ જૂની હવેલીથી બનેલી સિટી હેરિટેજ ગેલેરી અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે,
ફેઝ-2માં ડ્રો બ્રીજ, કિલ્લેદાર હાઉસ, શહેરની છ જૂની હવેલીથી બનેલી સિટી હેરિટેજ ગેલેરી અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે,

કિલ્લામાં ફેઝ-2નું કામ પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે લાઇટ એન્ડ શો માટેના ટેન્ડર પણ થોડા દિવસોમાં બહાર પાડવામાં આવશે. ફેઝ-2માં ડ્રો બ્રીજ, કિલ્લેદાર હાઉસ, શહેરની છ જૂની હવેલીથી બનેલી સિટી હેરિટેજ ગેલેરી અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે જનતા માટે ખુલ્લે મુકાશે.

વેડ દરવાજા-કતારગામ જંકશન બ્રિજ : રૂા.41.40 કરોડના ખર્ચે વેડ દરવાજા અને કતારગામ જંકશન પર ફલાય ઓ‌વરબ્રિજનું કામ પૂર્ણતાને આરે છે. બ્રિજ નિર્માણની સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. આ બ્રિજ શરૂ થઇ જાય તો ભારે ટ્રાફિકથી ખુબ જ મોટી રાહત લોકોને મળશે.

ઇએસઆઇસી હોસ્પિટલ: લોકડાઉન અને કોરોનાના કારણે હોસ્પિટલનું કામ અટકી પડ્યું હતું જે ફરી શરૂ થઈ ગયું છે. વર્ષ 2021માં આ હોસ્પિટલનું નિર્માણકાર્ય પૂરું થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હોસ્પિટલ શરૂ થતાં શહેર તેમજ દક્ષિણ ગુજરાતના હજારો કર્મચારીઓને ફાયદો થઇ શકે છે.

ગ્રીન બસ : શહેરમાં 150 ઇ-બસો દોડાવવાનું આયોજન છે, જૈ પૈકી 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેનો કોન્ટ્રાક્ટ સોંપી દેવામાં આવ્યો છે.

સાયકલ શેરિંગ પ્રોજેક્ટ: આ પ્રોજેક્ટમાં 790 સાયકલ, સ્ટેશન અન્ય ઝોનમાં વિવિધ લોકેશન પસંદગી કરીને બનાવાશે.

વરાછાનો ખાડી બ્રિજ : રૂા.167.98 કરોડના ખર્ચે તાપી નદી ઉપર મોટા વરાછાથી વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી સુધી રીવરબ્રિજ સાથે વરાછા મેઇન રોડથી કલાકુંજ સોસાયટીથી શ્રીરામનગર સુધી ખાડીના બંન્ને કાંઠે ફલાય ઓ‌વર તથા કલાકુંજ સોસાયટી નજીક ખાડી બ્રીજનું કામ નવા વર્ષમાં પૂર્ણ થશે.

વેડ-વરિયાવ બ્રિજ :
તાપી નદી પર વેડ વરિયાવ વિસ્તારને જોડતો રિવરબ્રિજનું રૂા.118 કરોડના ખર્ચે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ વર્ષ 2021ના અંત સુધીમાં પૂર્ણ થઇ શકે છે. આ બ્રિજ શરૂ થઇ જાય તો વેડથી વરિયાવ આવવા-જનારા લોકોને સીધો ફાયદો થશે.

GJEPCનું ડાયટ્રેડ સેન્ટર : ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્ક ખાતે જીજેઈપીસી દ્વારા ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર તૈયાર કરાયું છે. વર્ષ 2021માં રફ ડાયમંડનું વ્યુહીંગ શરૂ થઈ જશે. આ સેન્ટર કાર્યરત થતાં માઈનીંગ કંપનીઓ સુરતમાં હીરા બતાવાશે.

આ કામો શરૂ થશે

ડ્રીમ સિટી 21.61 કિમી લંબાઇના રૂટનું આગામી દિવસોમાં કામ શરૂ થશે .
ડ્રીમ સિટી 21.61 કિમી લંબાઇના રૂટનું આગામી દિવસોમાં કામ શરૂ થશે .
  • મેટ્રો રેલ પ્રોજેકટ : ટેન્ડર ખુલતાની સાથે 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકેટમાં કોરીડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિમી લંબાઇના રૂટનું આગામી દિવસોમાં કામ શરૂ થશે .
  • રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ : 3904 કરોડના ખર્ચે સુરતથી કઠોર સુધી 33 કિ.મીની લંબાઇ ધરાવતો રાજ્યનો સૌથી મોટો રિવરફ્રન્ટ સુરત ખાતે સાકાર થશે.
  • કન્વેન્શલ બેરેજ પ્રોજેકટ : 504 કરોડના કન્વેન્શનલ બેરેજ પ્રોજેકટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ પ્રોજેકટ અંતર્ગત 9.8 કિ.મી લંબાઇનું મીઠા પાણીનું સરોવર રચાશે. આ પ્રોજેકટ થકી ભવિષ્યમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપી વિજઉત્પન્ન કરાશે.
  • લાલભાઇ સ્ટેડિયમ : નોર્થ એન્ડ પેવેલિયન તૈયાર થશે જેની ક્ષમતા 8 હજાર દર્શકોની રહેશે.
  • SMC વહીવટી ભવન : છેલ્લા સાત વર્ષથી કાગળ પર ચાલતું 500 કરોડના ખર્ચે સાકાર થનાર સુરત મહાનગર પાલિકાના નવું વહીવટી ભવનનું કામ નવા વર્ષમાં શરૂ થાય એવી શક્યતા છે.
  • શહેરનો પ્રથમ અન્ડરપાસ : ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર લિંબાયતથી ડિંડોલી વિસ્તારને જોડતો રેલવે અન્ડરપાસ 50 કરોડના ખર્ચે તૈયાર થશે.
અન્ય સમાચારો પણ છે...