સુરત શહેર-જિલ્લામાં વધુ આઠ કેસ:ભૂલકાં વિહાર સ્કૂલના વધુ 3 વિદ્યાર્થીઓને કોરોના, 2ને માતા-પિતાનો જ ચેપ, સ્કૂલ-કોચિંગ ક્લાસ બંધ કરાવાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો. 2, 9 અને 10ના વિદ્યાર્થી સંક્રમિત થતા અન્ય 163 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનો પુત્ર પણ સંક્રમિત, એ-સિમ્ટોમેટિક હોવાથી હોમ આઇસોલેશન હેઠળ

સોમવારે શહેર-જિલ્લામાં કોરોનાના કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં ભૂલકા વિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થી છે. સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના પુત્ર પણ પોઝિટિવ આવ્યા છે. ભૂલકા વિહાર સ્કૂલમાં ધો.2માં અભ્યાસ કરતો 7 વર્ષનો વિદ્યાર્થી, ધો.9ની 14 વર્ષિય વિદ્યાર્થીની અને ધો.10નો 16 વર્ષિય વિદ્યાર્થી સંક્રમિત થયો છે. એક સાથે ત્રણ કેસ પોઝિટીવ આવતા પાલિકાની ટીમે સ્કૂલમાં ટેસ્ટીંગ હાથ ધર્યું હતું. કુલ 163 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા પાલિકાએ સાત દિવસ માટે ભૂલકા વિહાર સ્કૂલ બંધ કરાવી છે.

કોન્ટેક્ટ ટ્રેસીંગ દરમ્યાન ત્રણેય વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. આ સિવાય અઠવા ઝોનમાં 2 કેસ નોંધાયા હતા. જેમાં ભટાર રોડ અને વેસુમાં રહેતા વેપારીનો સમાવેશ થાય છે. બંને ફુલ્લી વેક્સીનેટેડ હતા. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના 35 વર્ષિય પુત્ર કોન્ટેક્ટ ટ્રેસીંગમાં પોઝિટીવ આવ્યા છે. તેમને કોઇ લક્ષણ નથી. હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144190 થઈ ગઈ છે.

ઓમિક્રોનના કેસ વધશે:
લોકો રસી મુકાવી સુરક્ષિત થાય આગામી દિવસમાં શહેરમાં ઓમિક્રોનના કેસ વધવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ આવી રહ્યા છે. લોકોએ ખાસ કાળજી રાખવી પડશે. અચૂકપણે માસ્ક, સોશિયલ ડિસ્ટસન્સનું પાલન કરવું પડશે. જે લોકોએ રસી મુકાવી નથી તેમણે તાકીદે રસી લેવી જોઈએ. > બંછાનિધી પાની, મ્યુ.કમિશનર

અન્ય સમાચારો પણ છે...