સ્વાઈન ફ્લૂ:શહેરમાં સ્વાઈન ફ્લૂથી વધુ એક સાથે કુલ 3નાં મોત, નવા 5 કેસ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્વતપાટિયા વિસ્તારના 64 વર્ષીય વૃદ્ધનું સ્મીમેરમાં મોત

શહેરમાં સ્વાઈન ફ્લૂની ઝપટમાં આવેલા વધુ એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. પર્વત પાટીયા રહેતા 64 વર્ષીય વૃદ્ધને સ્વાઈન ફ્લૂના લક્ષણો બાદ ગઈ તા.26 જુલાઈના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

તેમને ડાયાબિટીસ અને જૂની ફેફસાની બિમારી હતી. શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કારણે 3 દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે ગુરૂવારે શહેરમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં લિંબાયત ઝોનમાં 1, વરાછા-એ માં 1, વરાછા-બીમાં 2 અને કતારગામ ઝોનમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસની સંખ્યા 37 થઈ ગઈ છે. હાલ સ્વાઈન ફ્લૂના 10 દર્દી દાખલ છે.

કોરોનાના વધુ 72 કેસ, 77 સાજા થયા, 284 એક્ટિવ
શહેરમાં 30 અને જિલ્લામાં 42 કેસ સાથે શહેર-જિલ્લામાં ગૂરૂવારે કોરોનાના વધુ 72 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 209179 થઈ ગઈ છે. ગુરૂવારે શહેર-જિલ્લામાં કોરોનામાં એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું.

ગુરૂવારે શહેરમાં 48 અને જિલ્લામાં 29 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206385 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગુરૂવારે શહેરમાં 284 અને જિલ્લામાં 269 સાથે એક્ટિવ કેસની કુલ સંખ્યા 553 નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...