સુરત ટેક્નિકલ ટેક્સટાઈલમાં પણ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને એન્ટિમાઈક્રોબલ કાપડમાંથી બનતી બેડશીટ દુબઈ, અમેરિકા અને યુરોપિયન દેશોની 5 કે 7 સ્ટાર હોટલો અને હોસ્પિટલોમાં ડિમાન્ડ વધી રહી છે. શહેરમાં 50 હજાર લૂમ્સ, એરજેટ વોટરજેટ મશીનો છે, પરંતુ માત્ર 600 લૂમ્સ પર જ આ કાપડ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર કેમિકલ પ્રોસેસ કરીને વિશેષ કાપડ બનાવાવમાં આવે છે. ડિમાન્ડ વધારે હોવાને કારણે હાલ 3 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
મોટા એકમોમાં વર્ષે 5 લાખ મીટરનું ઉત્પાદન
સુરતના ઉદ્યોગકારો દ્વારા ટેક્સટાઈલ ક્ષેત્રને સતત અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. હાલ સુરતમાં 50 હજારથી વધારે લૂમ્સ અને વીવિંગ મશીનો છે, જેમાં 600 લૂમ્સ પર એન્ટિમાઈક્રોબલ ફેબ્રિક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં અમુક મોટા વીવર્સ વર્ષે 5 લાખ મીટર કાપડનું પણ પ્રોડક્શન કરી રહ્યાં છે.
કોરોનાને કારણે ચીનના ઓર્ડર સુરતને મળતા થયા
કોરોના પહેલાં વિશ્વના અનેક દેશો દ્વારા ચાઈનાના કાપડ મેન્યુફેક્ચર્સને એન્ટિમાઈક્રોબલ કાપડના ઓર્ડર આપવામાં આવતા હતા. જો કે, કોરોના શરૂ થતાની સાથે જ વિશ્વના અનેક દેશો દ્વારા ચાઈનાની જગ્યાએ હવે સુરતના વીવર્સને આ કાપડ માટે ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.
ડિફેન્સના કાપડની જેમ ડિમાન્ડ વધી
‘સુરતમાં ડિફેન્સ માટેના કાપડની જેમ હવે એન્ટિમાઈક્રોબલ કાપડ પણ બની રહ્યું છે. જેના વિશ્વભરમાંથી ઓર્ડર આવી રહ્યાં છે. જેનો 5 સ્ટાર- 7 સ્ટાર હોટલ, હોસ્પિટલમાં બેટ શીટ તરીકે ઉપયોગ થાય છે. - આશિષ ગુજરાતી, ચેમ્બર પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.