તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:છ મહિનાના દીકરાને માતા-પિતાને સોંપી એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્તોની સેવામાં લાગ્યા છે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનોજ નિકુમના પત્ની અને બહેન પણ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે - Divya Bhaskar
મનોજ નિકુમના પત્ની અને બહેન પણ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે
  • કોરોના દર્દીઓની સેવા કરવી અમારી પ્રાથમિક ફરજ છેઃ નિકુમ પરિવાર

એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના પ્રારંભથી રજા લીધા વિના કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે. પરિવારની મહિલા સભ્ય કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં કોરોના સંક્રમિત થયા હોવાથી સારવાર હેઠળ છે.પરિવાર પહેલા ફરજને પ્રાધાન્ય આપતા અને કોરોના મહામારી વચ્ચે સ્મીમેરમાં નર્સ સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં મનોજભાઈ નિકુમનો પરિવાર અવિરત સેવામાં લાગ્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદૂરબારના વતની અને છેલ્લાં 12 વર્ષથી સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં પરિવાર સાથે રહે છે. મનોજ નિકુમના પત્ની અને બહેન પણ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.નિકુમ દંપતિને ચાર વર્ષની દીકરી અને છ મહિનાના દીકરાને માતા-પિતા પાસે મૂકી ફરજ નિભાવે છે.

બહેન કોરોના મુક્ત થઈને ફરજ પર હાજર થશે
મનોજ નિકુમ જણાવે છે કે, કોરોનાના પ્રારંભથી અમે પતિ-પત્ની સ્મીમેરમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છીએ. પરિવારનું પોષણ કરવું એ નૈતિક ધર્મ છે, પરંતુ કોરોનાગ્રસ્તોની સેવા કરવી એ અમારી પ્રાથમિક ફરજ છે. મારી બહેન હેમલતા યશવંતરાવ નવી સિવિલમાં સ્ટાફ નર્સ તરીકેની ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થવાથી હાલ નવી સિવિલમાં સારવાર હેઠળ છે. સારવાર બાદ તેમનો છેલ્લો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમને હજુ પણ સારવાર હેઠળ રહેવું પડશે. બહેનને ફોન કરૂ ત્યારે કહે છે કે, ‘હું જલ્દી જ સ્વસ્થ થઈ જઈશ અને ફરીવાર કોવિડ વોર્ડમાં ફરજ પર હાજર થઈ જઈશ.’મને ગર્વ છે કે બહેન કોરોનાગ્રસ્ત બન્યાં છતાં હિંમત હારી નથી.

ઘરમાં સલામત અંતર જાળવવામાં આવે છે
મનોજભાઈ વધુમાં જણાવે છે કે, બાળકો અને માતા-પિતાની સલામતી માટે ફરજ પરથી સાંજે ઘરે આવ્યાં બાદ અમે પૂરતી કાળજી અને સાવચેતી રાખીએ છીએ. મારા 65 વર્ષિય માતા-પિતા અને બાળકો સાથે સલામત અંતર રાખીને વાતચીત કરીએ છીએ. માતા પિતા પણ બાળકોની દેખભાળ કરીને અમને દર્દીઓની સેવા માટે પૂરો સહકાર અને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ પણ અમને બાળકોની ચિંતા ન કરવાનું જણાવી સૌ પહેલા ફરજને મહત્વ આપવાનું કહે છે.

બાળકોને નજીકથી મળાતું પણ નથી
મનોજભાઇના પત્નિ પ્રિયંકાબેન સ્મીમેરમાં સ્ટાફ નર્સ છે. તેઓ કહે છે કે,બાળકોને નજીકથી મળતા પણ નથી. પુરતી કાળજી રાખી છ મહિનાના બાળકને ખોળામાં લઈ સ્તનપાન કરાવવું પડે છે. હાલ પરિવાર કરતાં દર્દીઓને અમારી વધુ જરૂર હોય છે. જેથી ફરજને પ્રાથમિકતા આપવી એ હાલના વિકટ સમયમાં ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...