ધરપકડ:બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ ચોરનારા 3 મધ્યપ્રદેશથી પકડાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 98 લાખની રકમ કબજે, ત્રણ પૈકી એક બિલ્ડરની ઓફિસમાં કામ કરી ચુક્યો છે

શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી 30 મિનિટમાં 90 લાખની રોકડની ચોરી થઈ હતી. 10 દિવસ પહેલા થયેલી ચોરીમાં ક્રાઇમબ્રાંચે મધ્ય પ્રદેશથી 3 ચોરોને પકડી પાડી 98 લાખથી વધુની રકમ કબજે કરી છે. ચોરો પૈકી એક બિલ્ડરની ઓફિસમાં કારપેન્ટર તરીકે કામ કરી ગયો હતો. હાલ ક્રાઇમબ્રાંચે આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી. ચોરી બાબતે બુધવારે પોલીસ અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી શકે તેમ છે.

ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી અંદર આવી ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લીધી હતી અને ત્યાંથી રૂ. 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારે રાત્રીના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બાબતે બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ક્રાઇમબ્રાંચે 10 દિવસમાં ચોરો પૈકી ત્રણને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...