કતારગામ દરવાજા પાસે એકતરફનો મુખ્ય રોડ બન્યા પછી લોકો માટે આજ સુધીમાં ખુલ્યો જ નથી. આ ઉપરાંત અહીં પોલીસે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બેરિકેટિંગ કરીને રોડ બંધ કરી દીધો છે, જેથી રાત્રે અસંખ્ય લક્ઝરી બસોનો જમાવડો રહેતાં આ વિસ્તારના 3 લાખથી વધુ વાહનચાલકો માટે ભારે ન્યૂશન્સ ઊભું થઈ રહ્યું છે.
સ્થાનિકોનું કહેવું છે કે, બેરિકેટીંગ કરીને મુખ્ય રસ્તાની બસના પાર્કિંગ માટે લ્હાણી કરાઈ રહી છે. કતારગામ ફ્લાય ઓવર બ્રિજ બન્યા બાદ કતારગામ દરવાજા પાસેના બ્રિજના બંને તરફના મુખ્ય રસ્તાના પ્રવેશ માંડ 7 થી 10 ફૂટ જેટલાં જ રહી ગયાં છે ત્યારે લકઝરી બસો એક પછી એક રાત્રે 10 વાગ્યાથી આવી મુસાફરોને મુકવા લેવા આવતાં હોય ત્યાં કલાકો પાર્ક રહે છે પરિણામે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો ટ્રાફિક જામ થતાં પારાવાર પરેશાની સહન કરવાનો વખત આવે છે. લકઝરી બસને લીધે નાના-મોટા અકસ્માત-ઝઘડા પણ થઈ રહ્યા છે .
ખાનગી લક્ઝરી બસો માટે પાર્કિંગ બનાવવા જરૂરી
કતારગામ મેઈન રોડ, કુંજગલી પાસે, ઉનાપાણી રોડ, સરથાણા-વરાછા રોડ વગેરે વિસ્તારોમાં લકઝરી બસો મળસ્કે કે રાત્રે 9 વાગ્યાથી જ આવનજાવન શરૂ કરી દે છે. જેથી પુણા-કુંભારિયા માફક મુસાફરોને મુકવા લઈ જવાની વ્યવસ્થા અન્ય વિસ્તારોમાં પણ થવી જરૂરી બની છે.
આ 10 રસ્તા પર વાહન ચલાવવું અત્યંત જોખમી
કતારગામ બ્રિજ બન્યા બાદ દિશા નિર્દેશક બોડ કે ડિવાઇડર નહીં વધારાતાં ચાર રસ્તાના 8 ટ્રેક અને કુબેરનગરના 2 આંતરિક રોડ પર વાહનચાલકો ગુંચવણ અનુભવી રહ્યા છે. વાહન ચલાવવું જોખમી બનતા અકસ્માત પણ થઈ રહ્યાં છે.
મુખ્ય રોડ પર કરાતું પાર્કિંગ ગેરકાયદે છે
આ વિસ્તારમાં પાલિકાનું રોડનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. વચ્ચે બંધ કરી હવે ફરી શરૂ કર્યું છે. જો કે, અહીં મુખ્ય રસ્તા પર બસપાર્કિંગ ગેરકાયદે છે. ટીમને મોકલી ચેક કરાઉં છું. > બી.એન.દવે, એસીપી, ટ્રાફિક વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.