તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વેપારીની કાર પડાવી લઈ 3 લાખ માંગનારની ધરપકડ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રને યુપી જવા માટે કાર આપી હતી

મિત્રને કાર આપવી વેપારીને ભારે પડી છે. મિત્રને વેપારીએ મરણ પ્રસંગમાં યુપી જવા માટે કાર આપી તેજ મિત્રએ વેપારી પાસે કારના બદલામાં 3 લાખની રકમ માંગણી કરી હતી. આથી વેપારીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અરૂણ શેષરામ પાઠક(રહે,અવધ સંગરીલા, પલસાણા)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

ડિંડોલી માનસી રેસીડન્સીમાં રહેતા અને ઓનલાઇન ઈલેકટ્રોનિક્સ તથા આયુવૈદીકનો ધંધો કરતા સુદામકુમાર પ્રધાન પાસેથી થોડા મહિના પહેલા મિત્ર અરૂણ પાઠકે તેના કાકાનું યુપીમાં મરણ થયું હોવાથી વેપારીની બીએમડબલ્યુ કાર વતન લઈ જવા માટે આપી હતી.

વેપારીએ યુપી જવાનું હોવાથી ઓરિજનલ આરસી બુક પણ આપી હતી. કાર પરત ન કરતા વેપારી અરૂણ પાઠકની ઓફિસે ગયા હતા જયા અરૂણે વેપારીને કાર બ્લેકના પૈસાથી ખરીદી છે હું ઈન્કમટેક્સ વિભાગને જાણ કરીશ, એમ કહી ગાડી જોઈતી હોય તો 3 લાખ આપવા પડશે એવી ધમકી આપી હતી.

જો કે, વેપારીએ તેના મિત્રને બીએમડબ્લ્યુ કાર વતન કાકાનું મરણ થયું હોવાથી આપી હતી. પરંતુ મિત્રએ આ કાર તેને પરત આપવાના બદલે વેપારી પાસે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. આથી વેપારીએ તેના મિત્ર વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ યુપી જવાનું હોવાથી ઓરિજનલ આરસી બુક પણ આપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...