ધ્રૂજાવી નાખે એવો અકસ્માત:હજીરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બે ભાઈ સહિત 3નાં મોત, 2 ગંભીર, કટરથી પતરું કાપી મૃતદેહો બહાર કઢાયા

સુરતએક મહિનો પહેલા
અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પડીકું વળી ગઈ.
  • મિત્રને સુરતથી કવાસ મૂકવા જતા સમયે રસ્તામાં અકસ્માત નડ્યો
  • ઓડિશા મૂળના બે ભાઈઓ અને ધો.10માં ભણતા એક છોકરાનું સ્થળ પર જ મોત

સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત ત્રણને કાળ ભરખી ગયો. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ કાર અથડાતાં એમાં સવાર 3 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિને મહામેહનતે બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર કાર પડીકું વળી ગઈ હતી. ફાયર વિભાગની ટીમને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.

મૃતક માનસ
મૃતક માનસ
મૃતક ગૌતમ
મૃતક ગૌતમ
મૃતક દિનેશ
મૃતક દિનેશ

કટરથી પતરું કાપીને મૃતદેહો બહાર કઢાયા
વિગતો મુજબ, મૂળ ઓડિશાનો અને છેલ્લાં 15 વર્ષોથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો કવાસ પાટિયા નજીક અકસ્માત થયો હતો, જેમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું છે. જ્યારે ધો.10માં અભ્યાસ કરતા ગૌતમ ગુણિયલ નામના બાળકનું પણ મોત નીપજ્યું છે અને બે વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ભયાનકતાનો એ વાત પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ફાયર વિભાગની ટીમને કારનું પતરું કટરથી કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.

સુરતથી મિત્રને કવાસ મૂકવા જતાં અકસ્માત નડ્યો.
સુરતથી મિત્રને કવાસ મૂકવા જતાં અકસ્માત નડ્યો.

મૃતક દિનેશની સુરતમાં ફોટો સ્ટુડિયોની દુકાન હતી
મૃતક દિનેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન છે. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ટ્રક સાથે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.