તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 3 Generations Of The Same Family Infected, 103 year old Grandfather Recovered At Home, Both Sons Treated In Hospital And Recovered In 20 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મક્કમ મનોબળ:એક જ કુટુંબની 3 પેઢી સંક્રમિત, 103 વર્ષના દાદા ઘરે જ સાજા થયા, બંને દીકરા હોસ્પિટલમાં સારવાર લઇ 20 દિવસમાં સ્વસ્થ

સુરત14 દિવસ પહેલાલેખક: ખ્યાતી માણેક
 • કૉપી લિંક
 • સારવાર દરમિયાન ફોન પર પરિવારના સભ્યો એક બીજાને સાંત્વના આપતા હતા

સુરતના ગડારા પરિવારના 103 વર્ષના દાદા સહિત ત્રણ સભ્યોને કોરોના થયો હતો. જો કે સભ્યોએ એક બીજાને હિંમત આપીને કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના પ્રથમ વેવમાં પરિવારના દાદીને કોરોના થયો હતો, ત્યાર બાદ બીજા વેવમાં 103 વર્ષના જીવરાજ ગડારાને કોરોના થતાં તેમણે ઘરે જ સારવાર લીધી હતી. તેમના દીકરા વિમલ અને બાબુ ગડારાને એક સાથે જ કોરોના થતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે ફોન પર પરિવારના સભ્યો એક બીજાને સાંત્વના આપતા હતાં. ત્રણ સભ્યો 20 દિવસમાં સાજા થયા હતાં.

અમારા કરતા દાદા સ્ટ્રોંગ રહ્યાં, કહેતા કે ‘કોરોનાને ભગાડી દઇશ’
બીજા વેવમાં સૌ પ્રથમ હું સંક્રમિત થયો. એ દરમિયાન મારા દાદા પણ પોઝિટિવ આવ્યાં. તેમની દોડધામમાં મારા પિતાને પણ ચેપ લાગ્યો. 103 વર્ષના મારા દાદાને કોઈ બિમારી થઈ નથી. તેમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે કોરોનાથી સંક્રમિત થયા છો ત્યારે તેમણે કહ્યું હતું કે કોરોના શું છે. મને કંઈ નથી થયું. હું તો તાત્કાલિક કોરોનાને ભગાવી દઈશ. તેઓ મગજથી અમારા દરેક કરતા વધુ સ્ટ્રોંગ રહ્યાં અને પરિવારના દરેક સભ્યોને જુસ્સો આપી હિંમત વધારતાં હતા. આજે અમે ત્રણેય કોરોનામુક્ત છે. > વિમલ ગડારા

ત્રણેય સભ્યો એકબીજાની હિંમત વધારતા જેથી રિકવરી જલ્દી આવી
વિમલ ગડારાને સામાન્ય દવા આપી હતી. શરીરમાં સંક્રમણ ખૂબ વધી જતાં હોસ્પિટલ દાખલ કર્યા હતાં. તેમના પિતાને પણ હોસ્પિટલમાં જ રાખ્યા હતા. સૌથી મોટી ઉંમરના દાદાને ફોન દ્વારા જ ટ્રીટમેન્ટ આપી હતી. એક જ કુંટુંબની ત્રણ પેઢી સંક્રમિત પણ સાથે થઈ અને ત્રણેયે એકબીજાની હિંમત વધારી કોરોનાને મ્હાત આપી. > ડો.હાર્દિપ મનિઆર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો