તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 3 Drowned, Including 2 Brothers Who Went To Lay Flowers At Causeway, 1 Died, 1 Of 2 Sons Of A Rickshaw Puller Living On Wadroad Died

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:કોઝવેમાં ફૂલ પધરાવવા ગયેલા 2 ભાઈ સહિત 3 ડૂબ્યા, 1નું મોત, વેડરોડ પર રહેતા રિક્ષાચાલકના 2 પુત્ર પૈકી 1નું મોત

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોઝવેમાં મિત્રો સાથે પુજાના ફૂલ પધરાવવા તથા ન્હાવા માટે ગયેલા બે ભાઈઓ સહિત 3 બાળકો કોઝવેના પાણીમાં ડૂબવા માંડ્યા હતા. બાળકોને ડૂબતા જોઈ દોડી ગયેલા લોકોએ બે બાળકોને બચાવી લીધા હતા. જ્યારે એક ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકની શોધખોળ હાથ ધરતા ડુબી ગયેલી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેડરોડ આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ગીરજાશંકર ઉપાધ્યાય રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર કલ્પેશ(16) ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. શનિવારે સવારે કલ્પેશ અને તેનો નાનો ભાઈ રવિ(15) ઘર નજીક રહેતા મિત્ર સત્યમને સાથે લઈ કોઝવે કસરત કરવા માટે ગયા હતા. કસરત કરી ઘરે પરત આવ્યા બાદ ત્રણે પુજાના ફૂલ પધરાવવા માટે અને ન્હાવા માટે ફરીથી કોઝવે ગયા હતા.કોઝવેમાં ફૂલ પધરાવતી વખતે કલ્પેશ ઉંડા પાણીમાં ગરક થવા માંડ્યો હતો.

જેથી તેના ભાઈ રવિ અને મિત્ર સત્યમે તેને બચાવવાનો પ્રયાસ કરતા તેઓ પણ ડૂબવા માંડ્યા હતા. દરમિયાન કોઝવે ખાતે ડિવાઈડરને કલર કામ કરતા શ્રમજીવીઓની નજર પડતા તેઓ દોડી ગયા હતા અને ત્રણેય બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રવિ અને સત્યમને લોકોએ બચાવી લીધા હતા. જ્યારે કલ્પેશ ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. એક બાળકની ભારે શોધખોળ છતા તેનો પત્તો ન લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોઝવેના પાણીમાં શોધખોળ હાથ ધરતા કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો